બીપોરેજોય વાવાઝોડાની અસર ના પગલે જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી તમામ વેપાર ધંધાઓ બંધ રહ્યા હતા, અને સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. આજે વાતાવરણ ખુલ્લુ બન્યું છે, અને ફરી જનજીવન થાળે પડ્યું હતું, અને તમામ વેપાર ધંધા શરૂ થઈ ગયા છે. લોકોની અવરજવર પણ જોવા મળી હતી. જામનગર શહેરની તમામ મુખ્ય બજારો પરમદિને બપોર પછીથી બંધ થઈ હતી, અને કાલે પણ સમગ્ર દિવસ દરમિયાન તમામ વેપાર ધંધા બંધ રહ્યા હતા. પરંતુ આજે તમામ દુકાનો ખુલી ગઈ છે. સાથો સાથ બ્રાસ ઉદ્યોગના કારખાના તથા અન્ય ઉદ્યોગો પણ રાબેતા મુજબ ચાલુ થઈ ગયા છે, અને જનજીવન થાળે પડ્યું છે.
જામનગરના એસ.ટી. ડેપો ઉપરથી એસટી બસના ગઈકાલના તમામ રૂટ કેન્સલ કરી નાખવામાં આવ્યા હતા, અને જામનગર ડેપોની તમામ બસો ને એસ.ટી. ડિવિઝનમાં સહી સલામત રીતે રાખી દેવામાં આવી હતી.