પ્રદૂષણ એ સૌથી ખરાબ હાલત ઉત્તર પ્રદેશની કરી!!!

હાલ વિશ્વમાં પ્રદૂષણનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે એર ક્વોલિટી લાઈફ ઈન્ડેક્સ દ્વારા આજે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હશે તેમાં તે ચોંકાવનારી સ્પષ્ટતા કરાઈ છે કે પ્રદુષણના કારણે ભારતમાં રહેતા લોકોની સરેરાશ વય આયુ પાંચ વર્ષ સુધી ઘટી ગઈ છે અને ભારત વિશ્વનું બીજો સૌથી મોટો દેશ પ્રદૂષણમાં હોવાનું જાહેર પણ કરાયું છે. તકે જોવાનું એ છે કે હજુ પણ જો આ સ્થિતિ યથાવત જોવા મળી તો ઘણા ખરા પ્રશ્નો હજુ પણ ઉભા થઇ શકે છે અને લોકોના સ્વાસ્થ્યને ખૂબ મોટું જોખમ પણ ઊભું થશે. ભારત દેશની જો વાત કરવામાં આવે તો પ્રદૂષણ એ ખરા અર્થમાં ઉત્તર પ્રદેશ ની ખૂબ જ ખરાબ હાલત કરી છે કારણ કે વધુ પ્રદૂષણ હોવાના કારણે ઉત્તર પ્રદેશમાં રહેતા લોકોના આયુષ્યમા આઠ વર્ષ જેટલો ઘટાડો નોંધાયો છે.

સરકાર આ વાતને ગંભીરતાથી ધ્યાને લઇ ઇલેક્ટ્રિક વાહનો ઉપર લોકોને વાળવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની જાગૃતિનો અભાવ અને વિકાસવાદ તરફની દોટ પ્રદૂષણ વધારવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો તેમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતના 40% જન સંખ્યા તેની સાડા સાત વર્ષથી વધુની આયુ ગુમાવી રહ્યું છે જે ખરા અર્થમાં ખૂબ મોટો ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિ ભારત માટે ખૂબ જ ગંભીર છે પરંતુ વિશ્વના અનેક દેશો પણ આ તકલીફથી પીડાય રહ્યા છે અને આવનારા સમયમાં આ પ્રકારની કોઇ અન્ય તકલીફો ઊભી ન થાય તેના માટે ના સતત પગલાઓ પણ લેવામાં આવે છે.

સરકારે લક્ષ્યાંક નિર્ધારિત રાખ્યો છે કે આગામી 2030 સુધીમાં ઝીરો કાર્બન તરીકે દેશને સ્થાપિત કરવામાં આવે પરંતુ તેના માટે વિવિધ વિકાસલક્ષી અને જાગૃતતા લક્ષ્મી પગલાઓ લેવા ખૂબ જ જરૂર છે. એટલું જ નહીં લોકોએ પણ પોતાની ગંભીરતા દાખવી અને જાગૃતતા કેળવી અનિવાર્ય છે જો કરવામાં લોકો સહજ બનશે તો પ્રદૂષણનો પ્રશ્ન ઘણા ખરા અંશે નિયંત્રણમાં આવી શકશે અને લોકોની સરેરાશ આયુષ્યમાં પણ વધારો જોવા મળશે. પરંતુ સ્થિતિમાં જો કોઈ પણ પ્રકારનો સુધારો ન આવ્યો તો ભારતનું ભાવિ ખરા અર્થમાં જોખમમાં મુકાય તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.