જીવનની અનેક વિડંબણઓને હસતા મુખે સ્વીકારે એવા

જન્મ જેલમાં, પણ કામ મુકિત આપવાનું

ભગવાન શ્રીકૃષ્ણની કથા અનુસાર કૃષ્ણ જન્મ્યા પહેલા જ તેને મારી નાખવાની તૈયારી થઇ ચુકી હતી. પરંતુ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા હતા.

ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા અને કોઇને કોઇ યુકિત કરી બચતા રહ્યા, એવા એક પ્રસંગમાં તો તેઓ રણછોડીને ભાગી પણ ગયા હતા જેથી તે રણછોડ કહેવાયા….

શ્રી કૃષ્ણજીના જીવનમાં આટલી બધી તકલીફો આવી છતાં કોઇ દિવસ પોતાની ‘જન્મ કુંડલી’ કયાં પણ બનાવવા ગયા હોય તેવો કયાંક ઉલ્લેખ હોવાનું મારી જાણમાં નથી… કે ના કોઇ ઉપવાસ કર્યા, ના તો ખુલ્લા પગે કયાંય જવાની માનતા કરી કે કોઇ માતાજીના ભુવા પાસે દાણા જોવડાવા ગયા નથી.

મથુરાની જેલમાં જન્મીને લોકોને મૂકિત આપનાર કૃષ્ણના જન્મતાની સાથે જ મા-બાપથી વિખુટા પડયા બાદ ગોકુળમાં અગીયાર વર્ષ  અને બાવન દિવસની લીલા રચી કરી, મથુરા જતા પાલક માતા-પિતા ગોપીઓ, ગોપીઓ, ગોવાળીયાઓ, ગૌ માતાઓ ત્યાંની પ્રકૃતિઓથી દુર થવું પડયું ઉપરાંત તેની પ્યારી સખી ‘રાધા’ને પણ છોડવાનો વારો આવ્યો…. ચારે મથુરા જઇ મથુરાને પણ છોડી દ્વારકા જવાનું થયું.

ભગવાન કૃષ્ણએ જન્મથી જ બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરૂણાવસ્થા, યુવાવસ્થા તેમજ વૃઘ્ધાવસ્થા સુધી જીવનમાં અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં હમેશા તેઓ ખુશ મિજાજમાં જ રહેતા.

જેથી કૃષ્ણ ખુબજ સુંદર દેખાતા હતા એટલે કે કવિઓએ કાવ્ય દ્વારા કૃષ્ણનું વર્ણન કરતા લખ્યું છે કે ‘અધરં મધુરમ, વદનં મધૂરમ…’વગેરે…. વગેરે…..

ભગવાન કૃષ્ણનું જીવન માનવી માટે પ્રેરક છે. કોઇપણ પરિસ્થિતિમાં હમેશા આનંદીત અને હસતો ચહેરો એ માનવ જીવનની મોટી સફળતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.