ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સહિતના હોદ્દા માટે ટૂંક સમયમાં જાહેરાત

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતનું ત્રીજા નંબરની સૌથી મોટી સેનાના નવા સુકાની તરીકે સોમવારે ભારત સરકારે લેફર્ટલ જનરલ મનોજ મુકુંદ નરવાણેના નામ પર મંજુરીની મહોર મારી દીધી છે. જનરલ બિપિન રાવત ત્રણ વર્ષનો તેમનો કાર્યકાળ ૩૧મી ડીસેમ્બરે પુરો કરવાના છે. ત્યાર પછી લેફટર્નલ જનરલ મનોજ મુકુંદ નરવાણેને સેના અઘ્યક્ષની જવાબદારી સોંપવામાં આવશે. જો કે હજુ સેનાના અનય મુખ્ય હોદાઓમાં દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ  અને ત્રણેય પાંખના વડાનો નામની જાહેુરાત કરવામાં આવી નથી.

જનરલ બીપીન રાવતનું નામ સીડીએસ માટે સૌથી મોખરે રહેવા પામ્યું છે. જેમણે સરકારને સિંગલ પોઇન્ટ મિલ્ટ્રી એડવાઇસની સલાહ આપીને દેશના અણુ કાર્યક્રમ અને સરક્ષણને લગતી બાબતો અને આયોજન તાલીમ પરિવહનના વિવિધ ક્ષેત્રો સેના, નૌસેના અને વાયુદળને સ્વાયત રીતે સંચાલીત કરવાની વ્યવસ્થા ઉભી કરવાનું જનરલ બિપીન રાવતે સરકારને સુચિત કર્યુ હતું.દેશના પ્રથમ સીડીએસ અને નવા સેના અઘ્યક્ષના નામોની જાહેરાત એક સાથે થાય છે પરંતુ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. કે સીડીએસ ની ભુમિકા અને કામગીરી અંગે હજુ નિશ્ર્વિત પ્રક્રિયા કરવામાં આવશે.સેના દ્વારા સીડીએસ ને સઁપૂર્ણ સત્તાપ્રદાન કરવામાં આવશે. તે માટે ચાર તારક મેળવનાર જનરલને ત્રણેય સેનાના સુકાની બનાવવામાં આવશે. જો કે સેનાએ સીડીએસની નિમણુંક અને નામના જાહેરાત આડેની વહીવટી અને તાંત્રિક અંતરાયો ઉકેલ લાવીને આ નિમણુંકનો રસ્તો સરળ બનાવી દીધો છે. સ્વતંત્રતા પર્વના રાષ્ટ્રજોગ પ્રવચનમાં ૧પમી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાહેર કર્યુ હતું કે ભારતને ટુંક સમયમાં જ નવા ચીફ ઓફ  ડિફેન્સ સ્ટાફ સીડીએસ મળશે જે થલસેના, નવસેના અને વાયુદળ વચ્ચે એક રુપ સંકલન ની ભૂમિકા અદા કરશે. યુઘ્ધ અને આપત્તિના સમયે સેનાના ત્રણેય પાંચ વચ્ચે સંકલનના અભાવની સમસ્યા સીડીએસની ભુમિકાથી દુર થશે.

સીડીએસની આ જગ્યા અત્યારે સિંગલ સર્વિસ ની વ્યવસ્થાથી વધુ સારી સાબિત થશે. ૧૯૯૯ માં કારગીલ યુઘ્ધ બાદ સેનામાં જરુરી સુધારાઓની અઘ્ધકતાલ પ્રક્રિયાઓને સીડીએસની જાહેરાતથી સરકારે આગળ વધારી છે.

ર૧મી જુને સીડીએસની નિમણુંક નો પ્રથમ અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ર.૦ સરકારને સંરક્ષણ વિભાગે સોંપયો હતો. જેના પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દેઓલની અઘ્યક્ષતાવાળી સમીતીએ પ્રક્રિયા પુરી કરીને સીડીએસ ની નિમણુંક કરીને પી.એમ.ઓ. કાર્યાલયને અહેવાલ મોકલી આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.