મિટોમેનિયાના લક્ષણો ધરાવતા લોકો બીજાનું ઘ્યાનનું કેન્દ્ર બનવા, પોતાની ભૂલ છુપાવવા અને પ્રશંસા મેળવવા માટે સતત અને વારંવાર ખોટું બોલે છે
માનવજીવનમાં અનેક ગુણ હોય છે તો દોષ પણ હોય છે. સાચું બોલવું એ એક સારી બાબત છે પરંતુ જીવનના દરેક પળમાં આપણે સાચું શક્ય નથી. દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે ખોટું બોલવાનું વર્તન હોય છે. ઘણી વખત તમે અનુભવ્યું હશે કે કોઈ વ્યક્તિ સતત ખોટું બોલે છે પરંતુ આ એક બીમારી પણ હોઈ શકે. જી હા સતત ખોટું અને ખોટી બોલીને બીમારી હોઈ શકે જેને મિટોમેનિયા (માયટોમેનિયા) તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારીમાં વ્યક્તિ તર્ક લગાડી નિરાંતે ખોટું બોલી શકે છે.
શું હોય છે મિટોમેનિયાના લક્ષણો ?
પોતાની વાતોને મનાવવામાં હોઈ છે સક્ષમ
બીજા લોકોના ધ્યાનનું કેન્દ્ર બનવા ઈચ્છે છે
પોતાની ભૂલ છુપાવવા વધુ ખોટું બોલે છે
પોતાની ઉપજાવી કાઢેલ વાત પર વિશ્વાસ કરી બેસે છે
પોતાની વાતને આકર્ષક બનાવવા માટે તેને શબ્દો દ્વારા શણગારે
આ લોકો તેમની વાર્તાઓ અતિશયોક્તિ સાથે રજૂ કરે છે.
મિટોમેનિયાના લક્ષણોતેની વિશેષતાઓનું વિશ્લેષણ ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ એ.જોગસણ દ્વારા કરવામાં આવ્યું હતું.
એક ભાઈ સતત ખોટી વાતો ઉપજાવી પોતાના સંતાનોને બધે જ ખરાબ રીતે ચિત્રિત કર્યા. ત્યાં સુધી કે લોકોને કહી રાખેલું કે મારી મિલકત મારા છોકરાવ ક્યાંક વેચી આવ્યા છે જો કે એવું કંઈ જ નહોતું.
એક 25 વર્ષનો યુવક પોતાની પત્નીને ચરિત્ર વિશે બેફામ બધે નિષેધક વાતો કરતો. કારણ જાણતા ખબર પડી એ પોતે ક્યાંય નોકરી ન કરતો અને પત્ની નોકરી કરી ગુજરાન ચલાવતી એ સહન નહોતું થતું
એક ભાઈજે પોતે પોતાની પત્નીથી છુપાવી ઘણી છોકરીઓ સાથે ડેટિંગ કરતા અને જ્યારે પત્નીને ખબર પડી તો બધો દોષનો ટોપલો તેના પર ઢોળ્યો કે હું કઈ નથી કરતો તારે જ લીધે મારી આ હાલત છે.
શુ છે મિટોમેનિયા?
મિટોમેનીઆ એક માનસિક વિકાર છે જેમાં વ્યક્તિ એટલી હદે જૂઠું બોલે છે કે તે પોતાની ખોટી વાતોને માનવામાં સક્ષમ હોય છે અને લોકોને મનાવે પણ છે. તેઓ બીજાના ધ્યાનનું કેન્દ્ર બનવા, પોતાની ભૂલ છુપાવવા અને પ્રશંસા મેળવવા માટે સતત અને વારંવાર ખોટું બોલે છે. આ લોકો વાસ્તવિકતાને ખોટી રીતે અને વિકૃત રીતે વ્યક્ત કરે છે જોકે મોટાભાગના કિસ્સાઓમાં તેઓ જાણે છે કે તેઓ જૂઠું બોલે છે, કેટલીકવાર તેઓ તેમની પોતાની ઉપજાવી કાઢેલ વાત પર વિશ્વાસ કરી બેસે છે અને તેમને વાસ્તવિક સમજે છે.
નિમ્ન આત્મગૌરવ અને આત્મ વિશ્વાસ: જૂઠું બોલવાની જરૂરિયાત ઘણીવાર ઓછા આત્મગૌરવ અને કોઈની જિંદગીને સ્વીકારવાની અસમર્થતા અને જલનવૃત્તિને કારણે પણ ઉભી થાય છે. તેથી પોતાનો ખોટો વિચાર આહલાદક રીતે રજૂ કરે છે.સતત તણાવ અનુભવવો: સતત ભયની અનુભૂતિ સતત તણાવ અનુભવનાર જૂઠું વધુ બોલે છે. તણાવનો સામનો ન કરવાની ક્ષમતા વ્યક્તિને જુઠ તરફ ધકેલી જાય છે.
પોતાના જુઠને સત્ય માનવાની માનસિકતા: આ પ્રકારનો મેનિયા ધરાવનાર વ્યક્તિ પોતાના જુઠને જ સત્ય માની લે છે અને એ જ રીતે સત્ય માની તેને જીવે છે.
કારણો
મગજમાં અમુક સ્ત્રાવો નું પ્રમાણ વ્યવસ્થિત ન હોવું જેમ કે ફ્રન્ટલ લોબ માં સફેદ સ્ત્રાવ ના અસમપ્રમાણને લીધે થઈ શકે. વ્યક્તિ જ્યારે પોતે તદ્દન ખોટી હોય પણ સમાજમાં સંબધો ટકાવી રાખવા હોય ત્યારે તે હળાહળ ખોટું બોલતી હોય છે.