વિશ્વના અન્ય દેશોની સાથે ઇજીપ્ત પણ ભારત પાસેથી અડધો મિલિયન ટન ઘઉંની આયાત કરશે.

હાલ વૈશ્વિક સ્થિતિને ધ્યાને લઇ સમગ્ર ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ઘઉં અંગે જો વાત કરવામાં આવે તો વિશ્વમાં રશિયા યુક્રેન સ્થિતિને લઇ ઘઉં પણ ભાવ ખૂબ જ ઝડપથી આગળ વધી. તો બીજી તરફ વિશ્વ ના અનેકવિધ દેશો ભારત પાસેથી ઘઉંની ખરીદી કરવા માટે તૈયારી દાખવી છે પરંતુ સતત ભાવમાં વધારો આવતા અને ભવિષ્યમાં ઘઉં ની અછત ઊભી ન થાય તે માટે સરકારે ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધ લાદ્યો છે. સરકારનું માનવું છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે જે ઘઉંનો જથ્થો જે પ્રમાણમાં હોવો જોઈએ તે ન હોવાના કારણે ઘણા ખરા પ્રશ્નો આવનારા સમયમાં ઉભા થઇ શકે છે ત્યારે તેને પહોંચી વળવા માટે સરકાર દ્વારા નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ તમામ સ્થિતિને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે ઘઉંની ખરીદી માટેની સમય મર્યાદા ફરી વધારી 31 મે નિર્ધારિત કરી છે. સરકારનું માનવું છે કે જ્યારે ભારત પાસે ઘઉંનો પૂરતો સ્ટોક હશે તો ભારત કોઈ પણ દેશ અને પોતાની સ્થાનિક માંગને પહોંચી વળવા માં કોઈપણ અગવડતા નો સામનો નહીં કરવો પડે કારણકે હાલ રશિયા યૂક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે તેનાથી ઘઉંની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે પરિણામે સમગ્ર દેશની નજર હવે ભારત દેશ ઉપર છે. જો પ્રશ્ન સામે પણ ઉદભવી થઈ રહ્યો છે કે ભારત જો પોતાના ઘઉંના નિકાસ વિશ્વના અન્ય દેશોમાં કરશે તો સ્થાનિક અત્યારે ઉભી થાય તે સમયે ભારત કઈ રીતે તે સ્થિતિને પહોંચી વળશે ? તમામ ગંભીર મુદ્દાને ગંભીરતાથી લઇ કેન્દ્ર સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ લાદ્યો છે તો સામે અન્ય દેશોએ એ પણ ભારત પાસેથી ઘઉં ખરીદી કરવા માટે તત્પરતા દાખવી છે.
ઇજિપ્તની વાત કરવામાં આવે તો આ દેશે પણ અડધા મિલિયન ટન ઘઉંની આયાત કરવા માટે દેશને મંજૂરીની મોહર લગાવી છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે કયા સમયગાળા દરમિયાન તેઓને નિર્ધારિત થયેલ આ અગાઉ મળી રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો તેનાથી વિશ્વ આખું એકસાથે હચમચી ઉઠયું છે ત્યારે ભારતે આ મુદ્દે જવાબ આપતા કહ્યું કે ભારતની નિકાસ પોલિસી છે તે પાડોશી દેશો અને વિશ્વના અન્ય દેશોને મદદ રૂપ થવા માટેની છે પરંતુ સામે એ વાતનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે એમ છે કે દેશમાં કોઈપણ પ્રકારની અછત ન સર્જાય અને ખરા સમયે ભારત દરેક સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોય. તમામ મુદ્દાઓને ધ્યાને લઇ ભારતે ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ તેઓ એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે આ પૂર્વે જે કોઈ દેશ દ્વારા માંગણી કરવામાં આવી હતી અને તેઓને જ્યારે મંજુરી આપવામાં આવેલી હોય તે તમામ દેશને યોગ્ય સમયે અને નિર્ધારિત કરેલો ઘઉંનો જથ્થો મળતો રહેશે.
બીજી તરફ ક્રૂડ ઓઇલની સાથોસાથ અનાજમાં પણ સતત ભાવ વધતા ફુગાવાનો દર ખૂબ જ વધ્યો છે જેને અંકુશમાં અને નિયંત્રણમાં રાખવા માટે ભારત દ્વારા નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી થોડા સમય પૂરતો જ નિર્ધારિત રહેશે ત્યારબાદ યથાયોગ્ય રીતે પોતાની વિતરણ વ્યવસ્થા ઊભી કરી વિશ્વના દેશોને પહોંચાડવામાં આવશે. એ જ સમયગાળામાં ભારત પોતાના એફસીઆઇના ગોડાઉનમાં પણ ઘઉંનો જથ્થો સંગ્રહ કરી લે છે જેથી આગામી સમયમાં જરૂરિયાત ઊભી થાય તો વિતરણ વ્યવસ્થા ન ખોરવાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.