અઢી વર્ષમાં જમ્મુ કાશ્મીર અને ઉત્તરપ્રદેશમાં જ ફક્ત ૭૮% લાયસન્સના પરવાના આપી દેવાયા
ગૃહ મંત્રાલય દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર ગત અઢી વર્ષમાં જમ્મુ કાશ્મીર અને ઉત્તરપ્રદેશમાં જ દેશના ૭૮% ’ધંબુક’ લાયસન્સના પરવાના આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા તમામ પરવાનાના ૭૮% પરવાના ફક્ત બે રાજ્યોમાંથી જ આપવામાં આવ્યા છે.
મોટ ભાગના ’ધંબુક’ ’પરવાના મેળવવા ઇચ્છુકો પોલીસ તંત્ર મારફત રાજ્ય સરકાર પાસે અરજી દાખલ કરીને મંજૂરીની પ્રક્રિયા હાથ ધરતા હતા પરંતુ ’ધંબુક’ પરવાનાની અરજી સીધી કેન્દ્ર સરકાર પાસે પણ કરી શકાય તેની જાગૃતતાના અભાવે લોકો રાજ્ય સરકાર પાસે જ અરજી કરતા હોય જેથી પરવાના મેળવવાની પ્રક્રિયા ખૂબ લાંબી ચાલતી હોય છે. ગુજરાતની જ જો વાત કરવામાં આવે તો મોટા ભાગના પરવાના મેળવવા ઇચ્છુકો રાજ્ય સરકાર પાસે દરખાસ્ત કરતા હોય છે જેથી રાજ્ય સરકાર ગણતરીના લોકોને જ મંજૂરી આપતી હોય નોંધપાત્ર લોકો જ હથિયારના પરવાના મેળવી શકે છે. પરંતુ લોકો કેન્દ્ર સરકાર પાસે પણ અરજી કરી હથિયારના પરવાના મેળવી શકે છે તે બાબતની જાગૃતતાના અભાવે ગુજરાત જેવા રાજ્યોમાં હથિયારના પરવાના ખૂબ ઓછી સંખ્યામાં આપવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકાર પાસેથી હથિયારના લાયસન્સ અંગે મંજૂરી માટેની પ્રક્રિયાની જાગૃતતાના અભાવે પણ લોકો રાજ્ય સરકાર પાસે દરખાસ્ત કરતા હોય છે.
ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં જ દેશભરમાંથી મળેલી મંજૂરીઓ પૈકી ૭૮% આ બંને રાજ્યોના લોકોને મળી છે. સમગ્ર દેશમાં અઢી વર્ષના સમયગાળામાં ’ધંબુક’ ના કુલ ૨૨,૮૦૫ લાયસન્સ મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૭,૯૦૫ લાયસન્સ ફક્ત જમ્મુ કાશ્મીર ખાતે આપવામાં આવ્યા છે. ૯૫૨ લાયસન્સ યુપી ખાતે મંજુત થયેલા છે. ઉપરાંત ૬૬૬ મધ્યપ્રદેશ, ૬૨૩ હિમાચલ પ્રદેશ, ૩૧૪ પંજાબ ખાતે મંજુર થયા છે તેવું રાજ્યકક્ષાના ગૃહ મંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં પુછાયેલા સવાલના ઉતરમાં જણાવ્યું હતું.
૧લી જાન્યુઆરી ૨૦૧૮ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં દેશભરમાં કુલ ૯૪,૪૦૦ જેટલા ’ધંબુક’ના લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ૧૯,૨૩૮ યુપી ખાતે લાયસન્સ રિન્યુ થયા છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીર ખાતે ૧૪,૧૭૨, ૧૨,૨૩૦ હરિયાણા, ૭૦૮૫ રાજસ્થાન ખાતે ’ધંબુક’ના લાયસન્સ રિન્યુ થયા છે.
દેશભરમાં અઢી વર્ષના સમયગાળા દરમિયાન ’ધંબુક’ના કુલ ૨૪૩૫ લાઇસન્સ કેન્સલ કરવામાં આવ્યા છે જેમાં યુપી ખાતે ૧૯૧૧ લાયસન્સ કેન્સલ થયા છે. તે સિવાયના રાજ્યોમાં ’ધંબુક’ના લાયસન્સ કેન્સલ થવાના આંકડા ફક્ત બે અંક સુધીમાં સીમિત રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત છે કે આર્મ્સ એકટ ૧૯૫૯ અને આર્મ્સ રુલ ૨૦૧૬ મુજબ ’ધંબુક’ના લાયસન્સ મંજુર કરવા સહિતની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. મંજૂરી આપવાની તમામ સતા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને છે.