એલઆઈસીએ ૬૨ વર્ષની યાત્રા પૂર્ણ કરી: ચાલુ વર્ષે એલઆઈસીએ પ્રથમ પ્રિમીયમ દ્રષ્ટીએ ૮.૧૨ ટકાનો વિકાસ નોંધાવ્યો છે

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧લી સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૬૨ વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. એલઆઈસીએ આ માટે રાજકોટમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં શાખા પ્રબધક મંડળ ગોવિંદ અગ્રવાલ અને મેનેજર જે.સી.મહેતા અને કેતન બારાઈ સહિતના બીજા અન્ય કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

ગોવિંદ અગ્રવાલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, એલઆઈસી એક પ્રભાવશાળી જીવન વીમા કંપની બની રહી છે. તે પોતોના ભૂતકાળના રેકોર્ડને વટાવી નવા વિકાસની ગતિ પર આગળ વધી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના અંતે કારોબાર હેઠળ વેંચાણ માટે ૩૦ યોજનાઓ હતી.

આ ઉત્પાદનો સમાજના વિવિધ વિભાગોને જ‚રીયાત સંતોષે તેવી એલઆઈસી દ્વારા ગ્રાહકોને તેમની બદલાતી જ‚રીયાત અને ઉત્પાદનો પુરી પાડવાની ખાતરી આપવામાં આવે છે.વધુમાં તેઓએ જણાવ્યું કે, ૧૯૫૬માં રૂ.૫ કરોડની પ્રારંભીક મુડી અને ૩૫૨.૨૦ કરોડની અસકયામતો સાથે શરૂ કરી આજે એલઆઈસી રૂ.૨૮.૪૫ લાખ કરોડની સંપતિ અને ૨૫.૮૪ લાખ કરોડનું લાઈફ ફંડ ધરાવે છે.

એલઆઈસીની શ‚આત ૧૬૮ કચેરીઓથી ૧૯૫૬માં થઈ અને આજે ૪૮૨૬ થી વધુ ઓફિસોમાં ૧.૧૧ લાખ કર્મચારી, ૪૮.૧૧ લાખ એજન્ટ અને ૨૯ કરોડથી વધુ પોલીસીઓ અસ્તિત્વમાં છે. ગાંધીધામ નજીક રાપર ખાતે એલઆઈસીની નવી સેટેલાઈટ ઓફિસ બનવા જઈ રહી છે.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, એલઆઈસીને આ વર્ષે ૨૭ એવોર્ડ મળ્યા હતા જેમાં નેશનલ ટ્રેનીંગ અને કોર્પોરેટ ગવર્નન્સ માટે પીકોક એવોર્ડ, મની ટુડે ફાયનાન્સીયલ એવોર્ડ સહિતના એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ એલઆઈસીએ ૨૭.૩૬ કરોડનું રોકાણ સમગ્ર સમુદાયના હિતાર્થે કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.