એલઆઈસીનો 10 ટકા હિસ્સો વેચવાથી તે વિશ્વમાં વીમા કંપનીનો બીજો સૌથી મોટો આઈપીઓ બની જશે
અબતક, નવી દિલ્હીઃ
પૈસા તૈયાર રાખો…. દેશની સૌથી મોટી વીમા કંપનીની રાહ જોવાતી IPO-LIC આવી રહ્યો છે. લાંબા સમયથી જોવાઈ રહેલી રાહ હવે પૂરી થવા જઈ રહી છે. કંપનીનો આઈપીઓ ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે બજારમાં દસ્તક આપી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ આ અંગે જાહેર જનતાને જાણ કરી છે.
આ સાથે નોંધનીય વાત એ છે કે સરકાર એલઆઈસીમાં 10 ટકા સુધીનો હિસ્સો વેચવા જઈ રહી છે. આમાંથી તેને 10 લાખ કરોડ રૂપિયા મળવાની આશા છે. જો સરકાર એલઆઈસીમાં 5 ટકા હિસ્સો વેચે છે, તો તે દેશનો સૌથી મોટો આઈપીઓ હશે. 10 ટકા હિસ્સો વેચવાથી તે વિશ્વમાં વીમા કંપનીનો બીજો સૌથી મોટો આઈપીઓ બની જશે. તાજેતરમાં, પેટીએમ રૂ. 18,300 કરોડનો આઈપીઓ લાવ્યો હતો, જે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે. એલ.આઈ.સી માર્ચ મહિનામાં રૂપિયા 10 લાખ કરોડનો આઇપીઓ લ્યાવી બજારમાં ધૂમ મચાવી દેશે..!!
એલઆઈસીના આઈપીઓની રિટેલ રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગયા વર્ષના બજેટ ભાષણમાં એલઆઈસીમાં હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેની પ્રક્રિયા પ્રભાવિત થઈ હતી. જણાવી દઈએ કે સરકાર નાણાકીય વર્ષ 2022માં 5-6 સરકારી કંપનીઓને વેચવાની યોજના ધરાવે છે.