કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજયુએટ થયેલા વિધાર્થીઓ વિનામૂલ્યે લાઈબ્રેરીનો લાભ લઈ શકશે
મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે આજથી જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વીનામૂલ્યે લાઈબ્રેરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
મોરબીના ભડિયાદ રોડ પર નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ સર્વોદય એજ્યુકેશન સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે લાઈબ્રેરી ઉભી કરવામાં આવી છે. યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વાંચવા માટે સરળતા થી પુસ્તકો તેમજ મટીરીયલ મળી રહે તે હેતુથી આ સુવિધા આજે તા.૨થી ઉપલબ્ધ કરવામાં આવી છે.
કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજયુએટ થયેલા આ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે લાઈબ્રેરી સુવિધાનો લાભ લઇ શકશે. તેમ યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.એલ.એમ. કંઝારીયાની યાદીમાં જણાવાયુ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com