‘લીબ્રા’ક્રિપ્ટો કરન્સી દ્વારા ફેસબુક ર૦૦ કરોડ લોકોને પ્રભાવિત કરશે
ફેસબુક હાલમાં વિશ્વ માં ર૦૦ કરોડથી વધુ લોકો સાથે જોડાયેલું છે. ત્યારે ફેસબુક પોતાની કરન્સી માર્કેટમાં લોન્ચ કરવા જઇ રહ્યું છે.
દિવસે ને દિવસે ક્રિપ્ટો કરન્સીનું ચલણ વધી રહ્યું છે. ત્યારે ફેસબુક પણ આ રેસમાં પાછળ નથી પોતાના ર૦૦ કરોડ યુઝરને ફાયદો આપવા અને તેમનું ડિજિટલ એન્ગેજમેન્ટ વધારવા ફેસબુકે ખાસ ‘લિબ્રો’ નામની કિપ્ટો કરન્સી આવતા ૬ થી ૧ર મહિનામાં લોન્ચ કરશે તેવી સત્તાવાર જાહેરાત કરી છે.
સોશ્યિલ નેટવર્ક પર લોકોને પ્રભાવિત કરવા માટે એક ખા અયાોજન મંગળવારે કરવામાં આવ્યું હતું. જેમાં વૈશ્ર્વિક સ્તરે બિટકોઇન જેવી જ ડિજિટલ કરન્સી બહાર પાડી છે. જે ખાસ કરીને ઇ-કોમર્સ અને તેની સર્વિસ આપતી કંપનીઓ સાથે રહીને કરવામાં આવશે જેના દ્વારા પ્લેટફોર્મ પર જાહેરાતો પણ મૂકવામાં આવશે.
કેટલો ખર્ચ કર્યો ફેસબુકે ?
આ ખાસ કરન્સી કરોડો લોકોની આર્થીક જરુરીયાતો પુરી કરશે આ પ્રોજેકટ પર ફેસબુક છેલ્લા એક વર્ષથી કામ કરી રહી છે. આ પ્રોજેકટ પર ફેસબુકે એક અબજ ડોલરનો ખર્ચ પણ કર્યો છે.
આ કરન્સીનો ઉપયોગ કયાં થશે?
‘લિબ્રા’ એવી કરન્સી છે. જેનો ઉપયોગ ઉબેર, માસ્ટર કાર્ડ, વોડાફોન, ઇલે, સ્પોટીફાય જેવી એક કંપનીઓએ માન્યતા આપી દીધી છે.
ફેસબુક દ્વારા લેવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી ઐતિહાસિક અને મોટું પગલું છે.
‘કેલિબ્રા’ અને ‘લિબ્રા’માં ફર્ક શું? અને કયારે ઉપયોગ કરી શકાશે?
‘લિબ્રા’કિપ્ટો કરન્સી છે જેવી રીતે બિટકોઇન, જયારે ‘કેલિબ્રા’ એક પ્લેટફોર્મ છે. જયાં ‘લિબ્રા’ દ્વારા ટ્રન્ઝેકશન કરવામાં આવી રહ્યા છે.
ફેસબુકના જણાવ્યા મુજબ ‘કેલિબ્રા’ એ નવું સબસીડરી છે. અને તેનો ઉપયોગ લોકોને નાણાકીય વ્યવહારમાં સહાય કરવાનો છે. ‘કેલિબ્રા’અંતર્ગત ફેસબુક ‘લિબ્રા’ કિપ્ટો કરન્સી માટે ડિજિટલ વોલેટ ચલાવશે. આ બ્લોકચેઇન આધારીત ગ્લોબલ કરન્સી હશે. આ ઉપરાંત આ ‘વેલિટ ફેસબુક મેસેન્જર’ અને ‘વોટસએપ’ પર ઉપલબ્ધ હશે. ફેસબુકે જણાવ્યું છે કે આ કરન્સીનો ઉપયોગ લોકો ર૦ર૦માં કરી શકશે તે પહેલા તેનો ઉપયોગ નહી કરી શકાય.
ફેસબુકે જણાવ્યું છે કે ‘લિબ્રા’ વૈશ્ર્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે. જેમાં કોઇપણ વ્યકિત વિશ્વ ના કોઇપણ ખુણે પૈસા મોકલી શકશે અને ખરીદી કરી શકશે. જેવી રીતે વેસ્ટર્ન યુનિયન અને બીજી મની ટ્રાન્સફર કંપનીઓ નજીવી ફિના ધોરણથી કામ કરે છે તેવી રીતે
આ ઉપરાંત ‘લિબ્રા’ ઓનલાઇન ઇ-કોમર્સ તેમજ જેમની પાસે બેન્ક એકાઉન્ટ કે ક્રેડીડ કાર્ડ નથીતેવા વિશ્વ ના લોખો લોકો આ કરન્સી દ્વારા વ્યવહાર કરી શકશે.
ફેસબુકના એકઝયુકીટીવી ડેવીડ માર્કસે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાંક વર્ષોના નંબર જોઇએ તો ક્ધઝયુમર સમગ્ર વિશ્વ માં અર્થતંત્રમાં તાકાત ધરાવે છે.
ફેસબુકને શું ફાયદો?
ફેસબુક પણ આ કરન્સીનો ઉપયોગ કરશે જેથી વધુમાં વધુ લોકો ખરીદી કરે અને આ કરન્સીનો ઉપયોગ કરે અને સોશ્યિલ મીડીયા સાઇટ પર જાહેરાત કરે. આ માત્રને માત્ર સેલ્સ વધારવા તેમજ પોતાના વ્યવસાયની જાહેરાત કરવા અને ફેસબુકને ઇન્ટ ટેસ્ટીંગ બનાવવા માટે આ કરન્સીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
‘બિટકોઇન’અને ‘લિબ્રા’ વચ્ચે શું તફાવત?
‘લિબ્રા’ લોકોની માંગને લઇ અને વિવિધ કંપનીઓના સહયોગથી બનાવવામાં આવી છે.
રોકાણકારો તેમજ વૈચારીકો દ્વારા કિપ્ટોકરન્સી ઘણા અંશે ફેઇલ ગઇ છે. અને તેના પ્રશ્ર્નોના નીરાકરણ માટે લિબ્રા ને લોન્ચ કરવામાં આવી છે. બિટકોઇનનો ઉપયોગ થવાને બદલે દુરુઉપયોગ વધતો ગયો છે. અને તેની વેલ્યુ ડાઉન થતી ગઇ છે. અને દુકાનદારો તેમજ કંપનીઓ દ્વારા બિટકોઇનનો બહિષ્કાર થવા લાગ્યો છે.
જયારે લિબ્રા બધી કરન્સી કરતા અલગ જ છે ફેસબુકે કહ્યું કે આ માત્રને માત્ર એક ભાગ છે. દેશમાં ઉપયોગમાં લેવાતા અલહાનો એટલે કે રૂપિયા યુ.એસ. ડોલર, યુરો યેન જેવા લિબ્રા ઘણા બધાં દરેક ખરીદી કરી ફંડ રીઝર્વ થશે અને તેની કિંમત વાસ્તવિક બજારમાં ચાલતા ચલણ અનુસાર જ રહેશે, જે વૈશ્ર્વિક સ્તરની ચલાવને મેસેજ કરશે.
ફેસબુક લિબ્રા ને ડાયરેન્ટ એપરેટ નહિ કરે પરંતુ કંપની તેમજ પાર્ટનર સાથે મળી એક એસોસીએશન બનાવી અને નોન પ્રોફીટ રીતે ફોર્મેશન કરી તેમજ જીનીવાના હેડકવાર્ટર માટે મળીને કામ કરશે. જે એક નવી જ કરન્સી બનશે આ એસોસીએશન સ્વીસ ફાયનાન્સીયલ ઓથોરીટી દ્વારા લિગલ કરવામાં આવેલ છે.
– સળગતા પ્રશ્ર્નો, જેના જવાબ ની
ઘણા બધાં પ્રશ્ર્નો સિક્યુરીટી અને પ્રાઈવસીને લઈને ઉભા યાં છે. ‘લિબ્રો’ કરન્સીમાં જેના જવાબ ફેસબુક દ્વારા આપવામાં આવ્યાં ની.
ક્રિપ્ટો કરન્સી ‘લિબ્રા’ દરેક વ્યવહારની માહિતીને રેકોર્ડ કરે છે. જેનું એક ‘લેજર’ બને છે. જે બ્લોક ચેઈની ઓળખવામાં આવે છે. જેમાં ‘લિબ્રા’ બ્લોક ચેઈન દ્વારા ખરીદી તેમજ કેશ ટ્રાન્સફરના દરેક રેકોર્ડને વ્યક્તિગત આપવામાં આવશે. કદાચ તે એકત્રીત કરવામાં આવશે. સાચા નામી અવા તો ડમી નામી. તો શું ખરેખર રેકોર્ડ યેલી માહિતીનો લોકોની પ્રાઈવસીના દુરઉપયોગ કરવામાં આવશે કે નહીં ?
આની પહેલા પણ ફેસબુકના ઓનર ઝુકરબર્ગે એનાઉન્સ કર્યું હતું કે, નવી પ્રાઈવસી સીસ્ટમ પર કંપની ફોકસ કરી રહી છે અને કસ્ટમરના સેટીસફેકશન પર કામ કરી રહી છે. ઘણા બધાં એનાલીસ્ટના કહેવા અનુસાર ઝુકરબર્ગ વિ-ચેટના ચાઈનીઝ વર્ઝનનું યુએસ વર્ઝન બનાવી રહ્યું છે. જે સોશીયલ નેટવર્ક, મેસેજીંગ અને પેમેન્ટ મેડને એક સીંગલ એપ્લીકેશનમાં આવરી લે.
‘લિબ્રા’ એ ઉપરના એનાલિસ્ટના કહેવા અનુસારનું એક પગલું છે જે આ સીંગલ એપ્લીકેશનની નજીક જઈ રહ્યું છે.