આજના સમયને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ખુબ જ પ્રગતિ થઇ છે. આ ક્ષેત્રમાં દરરોજ નીતનવી પ્રોડક્ટ બજારમાં આવતી રહી છે. જો કે જેમ જેમ માર્કેટમાં નવી નવી માર્કેટ આવતી ગઇ તેમ તેમ ગ્રાહકોની મૂંજવણમાં પણ વધારો થતો ગયો કે પોતે ખરીદેલી વસ્તુ ટકાવ નીકળશે કે કેમ ? ત્યારે વર્ષોથી ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે મોટું નામ ધરાવતી LG કંપની આજે પણ ગ્રાહકોનો વિશ્વાસ જાળવવામાં સફળ રહ્યું છે. ગુજરાતમાં LGના 63 આઉટલેટ છે, ગ્રાહકોને પ્રિમિયમ પ્રોડક્ટ મળી રહે તે માટે પહેલીવાર અમદાવાદના હાર્દસમા વિસ્તાર એવા શ્યામલમાં LGનો પ્રિમિયમ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ શરૂ થઇ ગયો છે.
LG ઇલેક્ટ્રોનિક્સ કંપની ગુજરાતની જનતાની જરૂરિયાતને સારી રીતે સમજે છે અને તેમના વિશ્વાસને જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આથી જ ગ્રાહકોને વધુ સારી પ્રોડક્ટ્સ મળી રહે તે માટે અમદાવાદના પ્રાઇમ લોકેશન ગણાતા શ્યામલ ખાતે શ્યામલ કોમ્પલેક્ષમાં LGના પ્રિમિયમ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમની શરૂઆત થઇ ચૂકી છે.
LGની આ 10મી બ્રાન્ડ શોપ છે અને ગુજરાત રીઝનમાં 63મો શોરૂમ છે જે સૌથી મોટો અને પ્રિમિયમ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ શોરૂમ છે. અહીં ગ્રાહકો માટે સૌથી મોટી પ્રોડ્ક્ટની ડિસ્પ્લે હશે જેમાં ગ્રાહકોને દરેક કેટેગરી જેમ કે ટીવી, રેફ્રિઝરેટર, વોશિંગ મશિંગમાં ફ્રેશ ડિઝાઇન મળી રહેશે.
LGની વાત કરીએ તો છેલ્લા કંપની છેલ્લા 24 વર્ષથી ભારતમાં ટોચની ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડમાંથી એક છે. LG કંપની પોતાના ગ્રાહકો માટે સમાંયતરે વિવિધ ફ્રેશ ડિઝાઇન લઇને આવતું રહે છે. આજે પણ ટીવી, વોશિંગ મશિંગ, રેફ્રિઝરેટર સહિતની પ્રોડ્કટમાં ફ્રેશ અને પહેલી નજરે પસંદ આવી જાય તેવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. અમદાવાદના શ્યામલમાં શરૂ થયેલા આ પ્રિમિયમ શોરૂમમાં ગ્રાહકોને ગમતી તમામ પ્રોડ્ક્ટ મળી રહેશે. એટલું જ નહીં દરેક પ્રોડ્ક્ટની વિશાળ ડિસ્પ્લે હશે. અમદાવાદવાસીઓએ એકવાર તો આ શોરૂમની જરૂર મુલાકાત લેવી જોઇએ.