LGP ગેસ સિલિન્ડર થયા સસ્તા
આજે દેશનું સામાન્ય બજેટ (કેન્દ્રીય બજેટ 2025) આવવાનું છે અને તેના પહેલા જ એલપીજી સિલિન્ડર સસ્તા થઈ ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર (LPG સિલિન્ડર પ્રાઈસ કટ)ના ભાવમાં ઘટાડો કર્યો છે. આ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત બજેટના દિવસથી 1804 રૂપિયાથી ઘટીને 1797 રૂપિયા થઈ ગઈ છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બજેટ પહેલાં દેશવાસીઓને સવાર સવારમાં જ ખૂશખબર મળ્યા છે. તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને યથાવત રાખવામાં આવ્યા છે.
LPG Price cut : ઓઈલ કંપનીઓએ આજથી (1 ફેબ્રુઆરી) કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
19 કિલોનું એલપીજી સિલિન્ડર કેટલું સસ્તું થયું
ઓઈલ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, 1 ફેબ્રુઆરીથી રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1804 રૂપિયાના બદલે 1797 રૂપિયા થઈ ગઈ છે.
- કોલકાતામાં આ LPG સિલિન્ડરની કિંમત હવે 1911 રૂપિયાને બદલે 1907 રૂપિયા થઈ ગઈ છે.
- મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે 1756 રૂપિયાના બદલે 1749.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
- ચેન્નાઈમાં LPG સિલિન્ડર આજથી 1959.50 રૂપિયામાં ઉપલબ્ધ છે