LG V40 ThinQસ્માર્ટફોનનું વેચાણ ભારતમાં 24 જાન્યુઆરીથી શરૂ થશે અને વેચાણ માટે એમેઝોન ઇન્ડિયા બુકિંગ થઈ રહ્યું છે. LG V40 ThinQ સૌ પ્રથમ દક્ષિણ કોરિયા ગ્યા વર્ષે લોંચ કર્યો હતો. LG V40 ThinQ સ્માર્ટ ફોનની ખાસિયત એ છેકે તેમાં 5 કેમેરા આપવામાં આવ્યા છે.આ ફોનમાં 3 કેમેરા રીયલ પેનલમાં અને 2 કેમેરા ફ્રન્ટ માં આપેલ છે.
LG V40 ThinQ સ્પેસિફિકેશની વાત કરવામાં આવે તો LG V40 ThinQમાં ડબલ સીમ,એડ્રોયડ ઓરીયો 8.1 છે પરંતુ 9.૦નું પણ અપડેટ પણ છે.આ ઉપરાંત આ સ્માર્ત ફોનમાં 6.4 ઈચની ક્વોડ HDએચ.ડીપ્લસ ડિસ્પ્લે છે.જેનું રીજ્યુલેશન 1440X x 312૦ પીક્સલ છે.આ સ્માર્ટફોનમાં OLED ફૂલ વ્યુ ડિસ્પ્લે છે જેનો આસ્પેક્ત રેશિય 19.5:9 છે.ડીસ્પ્લેમાં કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્સન છે.આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર,6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છેજેને મેમરી કાર્ડ દ્રારા 2 જીબી સુધી વધારી શકાય છે.
LG V40 ThinQ કેમેરા
એલજી દ્વારા આ ફ્લેગશિપ ફોનમાં 3 રીઅર કેમેરા આપવામાં આવ્યો છે જેમાં એક કેમેરા 12 મેગાપિક્સલનો જેની અપર્ચર એફ/1.5 છે, બીજો કેમેરા 16 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ છે, ત્યાં ત્રીજો કેમેરો 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે. તે જ સેલ્ફી માટે આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે જેમાં એક કેમેરા 8 મેગાપિક્સલ અને બીજો 5 મેગાપિક્સલનો છે. આ ફોનની સૌથી મોટી વિશેષતા એ છે કે તમે ત્રણેય કૅમેરાથી એક સાથે ફોટો ક્લિક કરી શકો છો અને પછીથી તમારા એકાઉન્ટથી અલગ લૅન્સની પસંદગી કરી શકો છો
LG V40 ThinQ બેટરી અને કનેક્ટિવિટીLG V40 ThinQ માં કનેક્ટિવિટી માટે 4 જી એલટીઈ, વાઇફાઇ, બ્લુટુથ 5.0 લી, જીપીએસ, એનએફસી, યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ અને 3.5 એમએમનું હેડફોન જેક છે. આ ફોનની બેક પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર અને 3300 એમએચની બેટરી છે જે ઝડપી ચાર્જિંગ ક્વિક 3.0 માટે આધાર આપે છે.