ભારતની અગ્રગણ્ય કન્ઝ્યૂમર ડ્યુરેબલ બ્રાન્ડ પાછળ 24 વર્ષોથી વિવિધ સામાજીક માધ્યમો દ્વારા સહયોગ કરતું આવ્યું છે. પ્રવર્તમાન કોવિડ-19 મહામારીમાં ભારતને સહયોગ આપવાની પ્રતિબદ્વતાના રૂપમાં એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ સમગ્ર ભારતમાં 10 કામચલાઉ હોસ્પિટલો બનાવવાનો નિર્ણય કર્યો છે. આ કાર્ય સ્થાનિક સરકારી નિગમો અને બિન સરકારી સંગઠનો સાથે મળીને કરવામાં આવશે. એલજી દ્વારા આવા મહત્વપૂર્ણ સમયમાં ચિકિત્સાની પાયાની જરૂરિયાતો સ્થાપિત કરવા માટે 40 કરોડની નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે એલજીએ ભારતમાં 24 વર્ષ પુરા કર્યા છે અને આ યોગદાન લોકોના જીવનને વધુ સારું બનાવવાના બ્રાન્ડ દર્શનનો એક વિસ્તાર છે.
કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં નાગરિકો અને સરકારની મદદ કરવા માટે એલજી ઇલેક્ટ્રોનિક્સ વિવિધ સરકારી હોસ્પિટલો અને બિન સરકારી સંગઠનો સાથે ભાગીદારી કરી છે. ભારતની સૌથી મોટી મેડિકલ સુવિધા એમ્સ એમની નેત્ર ચિકિત્સા વિભાગને કોવિડ વોર્ડમાં તબદીલ કરશે અને એના માટે જરૂરી પાયાની સુવિધા માટે ફંડ એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દ્વારા આપવામાં આવશે.
આ કામચલાઉ હોસ્પિટલ વિવિધ સરકારી હોસ્પિટલો દ્વારા દિલ્હી એનસીઆર, બેંગલોર, પુણે, ભોપાલ અને ઉદયપુરમાં બનાવવામાં આવશે. પીપલ ટુ પીપલ ફાઉન્ડેશન સહિત વિવિધ રાજ્યોમાં કાર્યાન્વિત ભાગીદારો સાથે મળીને કરવામાં આવશે. એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના એમ.ડી. યંગ લૈક કિમએ આ પહેલ બાબતે કહ્યું કે “અમે કોવિડ-19 સામેની લડાઇમાં સરકાર અને નાગરિકોને અમારો પૂર્ણ સહયોગ આપવા માટે પ્રતિબદ્વ છીએ ગયા વર્ષે કોવિડ-19 સામેની લડાઇમાં અમે અમારા સંશાધનો સ્વાસ્થ્ય સેવા સમુદાય સાથે જોડીને સહાયતા ઉપલબ્ધ કરાવી હતી. અમારું ધ્યાન સતત લોકોની ભલાઇ તરફ જ રહેલું છે અને અમારુ માનવું છે કે કામચલાઉ હોસ્પિટલોના માધ્યમ દ્વારા અમે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થઇ શકીએ.
એલજીએ 2020માં સમગ્ર ભારતમાં દસ લાખ લોકોને ભોજન
ઉપલબ્ધ કરાવવા અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરેલી
એલજીએ 2020માં સમગ્ર ભારતમાં દસ લાખ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી હતી. એલજી ઇન્ડિયાએ વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં ક્વોરેન્ટાઇન/ આઇસોલેશન વોર્ડ માટે 300થી વધુ હોસ્પિટલોને વોટર પ્યુરિફાયર, એરકંડિશનર, રેફ્રિજરેટર અને ટીવી જેવા ઉત્પાદનો પણ દાનમાં આપ્યા હતાં અનેક રાજ્ય સરકારોએ આ મહામારી સામે લડવામાં એલજી ઇલેક્ટ્રોનિક્સના સહયોગની પ્રશંસા કરી હતી.
એલજી ઇલેક્ટ્રોનિક્સે આ મહામારી સામે ભારતની લડાઇને સહયોગ આપવાનો સંકલ્પ કર્યો છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જરૂરિયાતવાળા લોકોને સક્રિય શક્યતા કરવા પ્રતિબદ્વ છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એલજી ઇલેક્ટ્રોનિક્સ) એલજી ઇલેક્ટ્રોનિક્સ સાઉથ કોરિયાની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે. ભારતમાં આની સ્થાપના જાન્યુઆરી 1997માં કરવામાં આવી હતી. આ ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સ સામગ્રીઓ, ગૃહઉપયોગી ઉપકરણો, આઇટી હાર્ડવેર અને મોબાઇલ સંચાર ક્ષેત્રમાં સૌથી અગ્રગણ્ય બ્રાન્ડમાંની એક છે. ભારતમાં એક એલજીએ એક ઉત્કૃષ્ટ બ્રાન્ડનું સ્થાન મેળવ્યું છે અને ઉદ્યોગ માટે પથ દર્શક માનવામાં આવે છે. ગ્રેટર નોઇડા સ્થિત એલજીઇઆઇએલનું ઉત્પાદન એકમ વિશ્ર્વના બધા જ એલજી ઉત્પાદન એકમોની સરખામણીમાં સૌથી વધુ પર્યાવરણલક્ષી એકમોમાંનુ એક છે. બીજું ગ્રીનફિલ્ડ કારખાનું રંજનગાંવ પુના ખાતે આવેલું છે જ્યાં એલઇડી ટીવી, એર કંડીશ્નર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર અને મોનિટરનું ઉત્પાદન થાય છે.