- Lexus LM 350h માં ઘણી અપડેટ સુવિધાઓ જોવા મળી છે.
- જેથી પાછળ બેઠેલા લોકો કારના ઘણા કાર્યોને નિયંત્રિત કરી શકાય છે.
- Lexus LM 350h 2.5-લિટર ઇનલાઇન 4-સિલિન્ડર એન્જિન સાથે હાઇબ્રિડ પાવરટ્રેન દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
Automobile News :લક્ઝરી કાર કંપની Lexus એ ભારતમાં 2024 LM 350h લોન્ચ કરી છે. તેની પ્રારંભિક કિંમત રૂ.2.00 કરોડ છે. આ પહેલા Toyota Vellfire નું રીબેજ કરેલ વર્ઝન છે, માત્ર થોડાક ફેરફારો કરવામાં આવ્યા છે. તેના બે વેરિઅન્ટ જોવા મળે છે. સાત સીટર અને ચાર સીટર.ના વેરિઅન્ટની કિંમત રૂ. 2.50 કરોડ છે. તમને જણાવી દઈએ કે લેક્સસ ટોયોટાની લક્ઝરી કાર ની મેન્યુફેક્ચરિંગ ની કંપની છે. તેણે અગાઉ 2020 માં ભારતમાં LM 350h લોન્ચ કર્યું હતું. આ વર્ષે 2024 મા આ કારને નવી સ્ટાઇલ અને સુવિધાઓ આપવામાં આવી છે.
Design and features
Lexus LM 350h માં ઘણી અપડેટ સુવિધાઓ જોવા મળી છે. કારમાં ક્લાઈમેટ કંટ્રોલ માટે ઈન્ફ્રારેડ રે સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તેમાં મલ્ટી–પોઝિશન ટિપ–અપ સીટો અને લાંબી સ્લાઈડ રેલ્સ સાથે પાવર સીટો નો ઉપયોગ કરવામાં આવ્યો છે. લેક્સસે આર્મરેસ્ટ અને ઓટોમેન હીટર, આગળ અને પાછળ માટે અલગ ઓડિયો સિસ્ટમ ને દૂર કરી શકાય તેવી રીમોટ પેનલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી પાછળ બેઠેલા લોકો કારના ઘણા કાર્યોને નિયંત્રિત કરી શકાય છે.
લેક્સસ માં ડાયનેમિક ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર એલર્ટ , લેન ટ્રેસિંગ આસિસ્ટ , ઓટોમેટિક હાઈ બીમ, એડપ્ટીવ હાઈ બીમ સિસ્ટમ, બ્લાઈન્ડ સ્પોટ મોનિટર, ડિજિટલ ઈનસાઈડ રીઅર ઘણાનો સમાવેશ થાય છે. વ્યુ મિરર અને ડોર ઓપનિંગ કંટ્રોલ સાથે સલામત બહાર નીકળવાની સહાય સહિત સક્રિય સલામતી અને સુવિધા પ્રદાન કરવામાં આવી છે.
Power train
Lexus LM 350h 2.5-લિટર ઇનલાઇન 4-સિલિન્ડર એન્જિન સાથે હાઇબ્રિડ પાવરટ્રેન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જે 246 bhp જનરેટ કરે છે. તેની પાસે ઓછી પ્રતિરોધક નિકલ–મેટલ હાઇડ્રાઈડ બેટરી જોવા મળે છે. જે ICE એન્જિનમાંથી ઊર્જા લે છે. અને તેને ટ્વીન–ઈલેક્ટ્રિક મોટરમાં ટ્રાન્સમિટર કરે છે. તેમાં ફ્રન્ટમાં 134kWની મોટર અને પાછળના ભાગમાં 40kWનું યુનિટ છે.