આઇપીઓને અદભુત પ્રતિસાદ બદલ અમદાવાદ ખાતે ઇન્વેસ્ટરમીટમાં રોકાણકારોનો આભાર માનતા કંપનીના પ્રમોટર:લિસ્ટિંગ સાથે ૨૦% ઉછાળો આવતા ૨૦ લાખ બાયરો મેદાને આવ્યા,લાવ-લાવ વચ્ચે છ લાખ સેલરો વેચાણ માં આવતા સરકીટ
મીરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાંથી પહેલી વહેલીવાર શેરબજારમાં પ્રવેશેલી લેક્ષસ ગ્રાનિટો પ્રાઇવેટ લિમિટેડના આઇપીઓ બાદ ગઈકાલે લિસ્ટિંગ થતા જ રોકાણકારોને સીધો જ ૨૦% ઉછાળાનો લાભ મળ્યો છે.રૂ ૪૫ના ભાવે ઓફર થયેલા શેરનું ગઈકાલે લિસ્ટીગ થતા જ ભાવ સીધો રૂ.૫૪ થયો હતો અને લાવ-લાવ ના માહોલ માં ૬લાખ સેલરો સામે ૨૦ લાખ બાયરો આવતા સરકીટ લાગી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાંથી સૌ પ્રથમ વાર ભારતીય શેરબજારમાં આઇપીઓ લાવનાર લેક્ષસ ગ્રાનિટો કંપનીનો ઇસ્યુ બહાર પડતા જ રોકાણકારોએ ત્રણ જ દિવસમા આઇપીઓ ૩૫.૪૬ ગણો છલકાવી દઈ ૯૧૭ કરોડનું ભરણું એકત્રિત કરી આપી બીએસઇ અને એનએસઇમાં રેકોર્ડ સર્જ્યો હતો.દરમિયાન ગઈકાલે અમદાવાદ ખાતે હોટેલ ફોર્ચ્યુન લેન્ડમાર્ક લિસ્ટિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના ડાયરેકટર બાબુભાઇ પટેલ,હિતેશભાઈ પટેલ અગ્રણી આગેવાનોમાં અજંતાગ્રુપના જયસુખભાઈ પટેલ,એન.એન.કાબરા, કે.એન.કાબરા સહિતના હાજર રહ્યા હતા,આ તકે કંપનીના ડાયરેકટર હિતેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે,ઇન્વેસ્ટરોએ અમારા પર મુકેલા ભરોસાનું આજે સુંદર પરિણામ લિસ્ટિંગમાં જોવા મળ્યું છે.
આવનાર દિવસોમાં કંપની હજુ પણ વધુને વધુ ઓરગતી કરી રોકાણકારોના રોકાણનું ઉચ્ચતમ વળતર આપવા અમે કટ્ટીબધ છીએ.
આમ,લેક્ષસ ગ્રેનિટો પ્રાઇવેટ લિમિટેડના ભારતીય શેરબજારમાં પ્રવેશની સાથે જ મીરબીના સીરામીક ઉધોગ માટે ઉજળા સંજોગો ઉભા થયા છે.