આ સિવાય પિત્તનું નિર્માણ, પ્રોટીનનું સંશ્લેષણ, ગ્લુકોઝનું સ્ટોરેજ, બ્લડ-ક્લોટિંગ ફેક્ટર્સનું
નિર્માણ, ઇમ્યુન ફેક્ટરનું નિર્માણ વગેરે ઘણાં કામો એકસો કરતું આપણું લિવર શરીરનું
અત્યંત મહત્વનું અંગ છે. જો લિવર ખરાબ થાય અને આ બધાં કાર્યો અટકી જાય તો વ્યક્તિનું તરત જ મૃત્યુ ઈ શકે છે. આજે આપણે જાણીએ લિવર આપણા શરીરમાં શું-શું કામ કરે છે
દરેક વ્યક્તિ પોતાના શરીરમાં પેટની જમણી બાજુએ આવેલા લગભગ દોઢેક કિલોના રબ્બર જેવી ફીલ ધરાવતા મોટાં અંગોમાંના એક એવા લિવર જેને ગુજરાતીમાં આપણે યકૃત કહીએ છીએ એનું ધ્યાન રાખે. લિવરના બે મુખ્ય ભાગ હોય છે જેને જમણા અને ડાબા લોબ તરીકે ઓળખવામાં આવે છે.
ગોલ-બ્લેડર એટલે કે સ્વાદુપિંડ આપણા લિવરની નીચે આવેલું અંગ છે જેની બાજુમાં જ પેન્ક્રિયાઝ અને આંતરડું પણ આવેલાં છે. આ બધા જ અવયવો એકસો કામ કરે ત્યારે પાચન શક્ય બને છે. આપણા પાચનતંત્રના અભિન્ન ભાગરૂપે લિવર કામ કરે છે. આ લિવર એની સાઇઝના પ્રમાણમાં એક નહીં પણ અનેક કામ કરે છે અને એટલે જ એને હેલ્ધી રાખવું જરૂરી છે, કારણ કે એના ખરાબ વાી જે કામ અટકી જાય છે એ કામ વ્યક્તિ માટે ઘાતક પણ સાબિત ઈ શકે છે. લીવર આપણા શરીરમાં શું કામ કરે છે અને શા માટે એ એક મહત્વનું અંગ છે.
ટોક્સિન્સનો સફાયો
લિવરનું મુખ્ય કામ શરીરનું અત્યંત મહત્વનું ઘટક એટલે કે લોહીને શુદ્ધ રાખવાનું છે. આપણા શ્વાસ દ્વારા, ખોરાક દ્વારા, સ્કિન દ્વારા અને રીતે બહારી કેટલાંક ઝેરી દ્રવ્યો શરીરમાં પ્રવેશે છે અને આ દ્રવ્યોને લોહીમાં ભળતાં અટકાવવાની ખૂબ જરૂર રહે છે. જો એ ભળી પણ જાય તો લિવર આ દ્રવ્યોને લોહીમાંી દૂર કરી લોહી અને શરીરને શુદ્ધ રાખવાનું કામ કરે છે. પાચન અંતર્ગત લિવરનું આ મુખ્ય કામ સમજાવતાં ફોર્ટિસ હોસ્પિટલ-મુલુંડના હેપેટોબિલિયરી અને ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન ડોકટર કહે છે, ખાસ કરીને લોહીમાં જે ઝેરી તત્વો છે જેને આપણે ટોક્સિન્સ કહીએ છીએ એ ઝેરી તત્વોને લોહીમાંી દૂર કરવાં જરૂરી હોય છે. ટોક્સિની મુક્ત યા બાદ જ આ લોહી શરીરનાં બીજાં અંગોમાં જાય છે. જો લિવર આ ટોક્સિન ન હટાવે તો આ ઝેરી તત્વો શરીરને નુકસાન પહોંચાડે છે, જેમ કે અમોનિયા. લોહીમાંી અમોનિયાને લિવર દ્વારા દૂર કરવામાં ન આવે તો એ લોહી દ્વારા મગજ સુધી પહોંચી મગજને અસર પહોંચાડે છે અને એને કારણે વ્યક્તિ કોમામાં જઈ શકે છે. લિવર આ અમોનિયાને યુરિયામાં ફેરવી નાખે છે અને યુરિન મારફતે આ યુરિયા શરીરની બહાર ફેંકાઈ જાય છે.
પિત્તનું નિર્માણ
ટોક્સિનમાં અમોનિયાની સો-સો બિલિરુબિન નામના પિગમન્ટને પણ લિવર દૂર કરે છે. જો આ બિલિરુબિનનનું પ્રમાણ વધી જાય તો આંખ અને મોઢું પીળાં દેખાવા લાગે છે. પાચનમાં અત્યંત જરૂરી એવું પરિબળ જેને બાઇલ અવા તો પિત્ત કહે છે એનું નિર્માણ લિવર કરે છે. એ વિશે સમજાવતાં ડોકટર કહે છે, લોહીમાંના દરેક કેમિકલના લેવલને બરાબર કરીને લિવર જે વસ્તુનું નિર્માણ કરે છે એ છે પિત્ત. આ પિત્ત ચરબીને તોડવામાં મદદરૂપ ાય છે જેને લીધે એ ફેટનું પણ પાચન ઈ શકે અને એને સરળતાી ઍબ્સોર્બ કરી શકાય. જ્યારે લિવરમાં કોઈ તકલીફ ાય ત્યારે આ પિત્તના નિર્માણમાં ડિસ્ટર્બન્સ ઊભું ાય છે અને પાચનપ્રક્રિયામાં ખલેલ ઉત્પન્ન ાય છે.
પ્રોટીનનું સંશ્લેષણ
આપણા શરીરમાં જુદાં-જુદાં પ્રકારનાં પ્રોટીનની જરૂરિયાતો છે. ઘણાં પ્રોટીન મસલ્સના નિર્માણ માટે જરૂરી છે તો ઘણાં પ્રોટીન દ્વારા જ ઘટકોનું નિર્માણ ાય છે. આ બાબતે વાત કરતાં ડોકટર કહે છે, લિવર આ અલગ-અલગ પ્રોટીનનું નિર્માણ કરે છે. એ લિવર જ છે જે શરીરમાં કોલેસ્ટરોલનું નિર્માણ કરે છે. એ ન હોય તો શરીરમાં ફેટ્સનું લોહી દ્વારા વહન શક્ય ન બને. પ્રોટીનના નિર્માણ કરતાં પણ જે શબ્દ અહીં વધુ બંધ બેસે છે એ છે પ્રોટીનનું સંશ્લેષણ. એટલે કે પ્રોટીનને એના એવા રૂપમાં તૈયાર કરવામાં આવે છે જે રૂપમાં એનો ઉપયોગ વ્યવસ્તિ ઈ શકે. અમુક પ્રકારનાં પ્રોટીન શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી હોય છે જેનું સંશ્લેષણ પણ લિવર જ કરે છે. આ પ્રકારના પ્રોટીનને ઇમ્યુન ફેક્ટર કહે છે. જો એ ન બને તો વાઇરસ કે બેક્ટેરિયાી લડવું અત્યંત ભારે પડી શકે છે.
લોહીના જામી જવામાં મદદ
લિવરનો વધુ એક ઉપયોગ જણાવતાં ડોકટર કહે છે, જ્યારે આપણને કોઈ જગ્યાએ વાગે અને બ્લીડિંગ શરૂ ઈ જાય તો ોડી વારમાં લોહી આપમેળે જામી જાય છે. એટલે કે વહેવાનું બંધ ઈ જાય છે. આ પ્રક્રિયા માટે જે જરૂરી છે એ પ્રોટીનનું નિર્માણ પણ લિવર જ કરે છે. એને ક્લોટિંગ ફેક્ટર કહે છે. હવે સમજો કે લિવરમાં કોઈ તકલીફને કારણે જો આ ક્લોટિંગ ફેક્ટર્સનું નિર્માણ કરવાનું બંધ કરી દે તો એક નાનકડી ઇન્જરી પણ વ્યક્તિ માટે ઘાતક સાબિત ઈ શકે છે. ઘણી વાર કોઈ આંતરિક ઘા હોય અને બ્લીડિંગ બંધ ન ાય તો વ્યક્તિ ત્યારે ને ત્યારે મૃત્યુ પામી શકે છે.
ગ્લુકોઝને સ્ટોર કરવાનું કામ
પાચન દરમ્યાન જે શુગર ઉત્પન્ન ાય છે એનો સંગ્રહ કરવાનું કામ લિવર કરે છે. એ વિશે વાત કરતાં ડો. રાકેશ રાય કહે છે, ગ્લાયકોજેન નામના કોમ્પ્લેક્સ મોલેક્યુલ સ્વરૂપે લિવર શુગરનો સંગ્રહ કરે છે અને જ્યારે શરીરને શુગરની જરૂરત હોય ત્યારે એ શુગર રિલીઝ કરીને જરૂરતને સંતોષે છે. જે વ્યક્તિનું લિવર ફેલ ઈ જાય છે અવા વ્યવસ્તિ કામ ની કરતું એ વ્યક્તિનું લિવર આ શુગરનું સંગ્રહ કરી શકતું ની. શુગર બ્રેઇનને કામ કરવા માટે અત્યંત જરૂરી પર્દા છે. આવી વ્યક્તિની શુગર એકદમ નીચે જાય અને શુગર ઘટી જવાને કારણે વ્યક્તિ કોમામાં સરી પડે અને અંતે મૃત્યુ પણ પામી શકે છે. શુગરની જેમ લિવર આયર્નનો પણ સંગ્રહ કરે છે અને હીમોગ્લોબિનના નિર્માણમાં જ્યારે આયર્નની જરૂર પડે છે ત્યારે એને પૂરું પાડે છે.
જૂના લાલ રક્તકણોનો નાશ
લિવર લોહીમાં રહેલા જૂના રક્તકણોનો નાશ કરે છે. આ રક્તકણોનો નાશ ન કરી શકે અને એ રક્તકણો લોહીમાં જ ફરતા રહે તો પણ શરીરને નુકસાન પહોંચે છે.