લેઉવા પટેલ સમાજની ૨૧ દિકરી પ્રભુતામાં પગલા પાડશે
લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ-મવડી દ્વારા સમાજના હિત માટે અનેક કાર્યો હાથ ધરવામાં આવે છે. જેના અનુસંધાને આગામી તા.૧૦ને રવિવારે સમુહ લગ્નોત્સવ યોજાશે. જેમાં ૨૧ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે.
લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ મવડી તરફથી મવડી ગામમાં (૨૧ ક્ધયાઓનો) પ્રથમ જાજરમાન સમુહ લગ્નનું આયોજન તા.૧૦ના રોજ પીરામીડ પાર્ટી પ્લોટ તથા કીશ પાર્ટી પ્લોટ કણકોટ રોડ ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ કોર્નર મવડી રાજકોટમાં કરેલું છે. સામાન્ય રીતે સમુહ લગ્ન સવારના સમયે થતા હોય છે જોકે બપોર પછીના સમયે ગૌધુલીક સમયે હસ્ત મેળાપનું આયોજન કરેલ છે.
મવડી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ તેમજ મવડીના લેઉવા પટેલ દાતાઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળેલ છે. ઉપરોકત પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ રહેશે જે અમોને પ્રેરણાદાયી તેમજ પ્રોત્સાહન પુરુ પાડવા સમાજમાં યુવાનો શું કરી શકે તેવો ઉત્કૃષ્ટ આદરપાત્ર કામગીરીમાં શોભાયમાન થઈને પ્રસંગને દિપાવશે. પ્રસંગ પુરો થયે જાન વિદાય થાય ત્યારે પણ સમુહ લગ્નનો નહીં પરંતુ દિકરીના માતા-પિતાને પોતાના આંગણેથી જ વિદાય થાય તેવો માહોલ સાથે શુભ ભાવનાથી સમાજ માટે કંઈક કરી કૃતાર્થ ભાવે સૌ શ્રી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના સભ્યો ગ્રામજનો યુવાનો પ્રસંગો જોડાયા છે.
લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના આગેવાનોમાં પ્રમુખ જીતુભાઈ લવજીભાઈ સોરઠીયા, ઉપપ્રમુખ રમેશભાઈ ધરમશીભાઈ સોરઠીયા, મંત્રી દિનેશભાઈ ભોજાભાઈ મેઘાણી, સહમંત્રી કેશુભાઈ ધનજીભાઈ હરસોડા, ખજાનચી જયેશભાઈ પાંચાભાઈ સોરઠીયા, કો-ઓર્ડિનેટર લક્ષ્મણભાઈ બેચરભાઈ સાકરીયા તેમજ મહિલા સમિતિના સભ્યોમાં અસ્મિત કલ્પેશભાઈ મેઘાણી પ્રમુખ, સવિતાબેન સંદિપભાઈ સભાયા ઉપપ્રમુખ, રસિલાબેન સુરેશ સોરઠીયા મંત્રી, જયોત્સનાબેન વિજયભાઈ હરસોડા સહમંત્રી, જશુબેન અશ્ર્વિનભાઈ અકબરી, પિન્ટુબેન હસમુખભાઈ સખીયા, વીણાબેન અશ્ર્વિનભાઈ સોરઠીયા, રસિલાબેન સંજયભાઈ સોરઠીયા, ગીતાબેન લલિતભાઈ મેઘાણી, ઈન્દુબેન પરેશભાઈ કેરાળીયા, ભાનુબેન રમેશભાઈ મુંગરા, વિલાસબેન નિલેશભાઈ હરસોડા, ગીતાબેન હસમુખભાઈ મેઘાણી, મનીષાબેન જગદીશભાઈ સોરઠીયા, ગીતાબેન સુરેશભાઈ સોરઠીયા, નયનાબેન હસમુખભાઈ સોરઠીયા, સોનલબેન જીતેશભાઈ હરસોડા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.