આપણા વેદ, પુરાણ, રામાયણ, મહાભારતાદિ પ્રાચીન ગ્રંથોમાં ભારતીયા આર્યો (દેવો)સિવાયની નાગ, દૈત્ય, દાનવ, અસુર, રાક્ષસ, પિશાચ, યક્ષ, ગંધર્વ, ક્ધિનર, વિદ્યાધરાદિ હિમાલયની ખીણો તથા તેની ઉતરે આવેલા દેશોના નિવાસી હતા. વરૂણએ પશ્ચિમ સમુદ્ર (અરબી સમુદ્ર)ના અધિપતિ અને પશ્ચિમ દિશાના દિક્પાલ હતા. (વિષ્ણુપુરાણ, ૧૨૦). સુમેરૂપર્વત (પામીર)ની પશ્ચિમ તરફ જતી માનસોતર નામે પ્રશાખાને છેકે સમુદ્રની નજીક એમનું પાટનગર ‘સુષા’ આવેલું હતું (મત્સ્ય પુ.૧૨૪). વરુણ આ દેશમાં ‘નાગ’ લોકોના રાજા હતા (મહાભારત, સભા, ૯,૮-૧૩). આ સુષા (સુસા)નગર હાલ પણ ઇરાક અને ઇરાનની સરહદ નજીક મોજાુદ છે. આ ઉપરથી કહી શકાય કે પ્રાચીન ભારતીય સાહિત્યના નાગાલોકોએ પશ્ર્ચિમ એશિયામાંના મુખ્યત્વે ઇરાક (પ્રાચીન સુમેર, બેબીલોનિયા અને અસીરિયા)ના નિવાસી રહ્યા હોવા જોઇએ. પુરાણોમાં એકબીજાથી જલવિસ્તારો (સમુદ્રો) વડે જાુદાં પડતાં જે અનેક રસાતલો છે તે પૈકી સાતમાનું નામ ‘પાતાલ’ છે. (વાયુ પુ.૫૦). ‘બધાની પશ્ચિમે આવેલા પાતાલમાં બલિરાજાનું આનંદદાયકનગર આવેલું છે. આ અસુરો તથા નાગોથી પૂર્થ હોઇ એમાં ઉત્કટ દેવશુત્રઓ નિવાસ કરે છે. એમાં દૈત્યોનાં અનેક વિશાલ પુરો, ધનસમ્પન્ન હજારો નાગનગરો તથા દાનવો અને રાક્ષસોનાં વિસ્તીર્ણ ભવનો જયાં ત્યાં આવેલાં છે. દેવ, અસુર, નાગ અને રાક્ષસોના આવાસોથી સંપૂર્ણ એવું પાતાળ છે. એનાથી આગળ એવાં સ્થાનો છે કે જયાં સાધુ કે દેવતા કોઇ જઇ શકતાં નથી. (વાયુ., ૫૦,૩૬,૫૫)
આ પ્રમાણે નાગોની સાથે અસુરો પણ પશ્ચિમ એશિયામાં રહેતા હોય એમ લાગે છે. ઉપરોકત બધી વિદેશી જાતિઓમાંથી દેવોને સૌથી વધુ લેવાદેવા અસુરો સાથે રહ્યા હોય એમ બંને વચ્ચે ઉપસ્થિત થયેલ પુરાણાદિ વર્ણિત બાર દેવાસુર સંગ્રામો જેવી કેટલીક બાબતો ઉપરથી જણાય છે. તાણ્ડયબ્રાહ્મણ ૧૮,૧૨માં લખ્યા પ્રમાણે અસુરો મોટા (ભાઇઓ) અને દેવો નાના હતા. શતપથ બ્રાહ્મ ૧૪,૪,૧,૧માં પણ આ વાત જણાવી છે. કાઠક સહિતા ૩૧,૮ પ્રમાણે દેવો જયારે મોટા થયા તો તેમણે અસુરો, દૈત્યો અને દાનવો પાસેથી રાજય કરવા માટે થોડીક ભૂીમ માગી. આ માગણી ન સ્વીકારતાં બંને પક્ષો વચ્ચે ત્રણસો વર્ષના ગાળામાં બાર દેવાસુરસંગ્રામો થાય.
આપણા પ્રાચીન સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્માથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયા. એની તેર ક્ધયાઓનાં લગ્ન કાશ્યપ સાથે થયાં. આ કાશ્યપથી દેવ, દૈત્ય(અસુર), દાનવ, નાગ વગેરે પ્રજાઓ જન્મી. કાશ્યપત્ની દિતિથી જન્મેલા દૈત્ય અને અસુર એક જ હતા. એમનો વંશ્વેલો મહાભારતાદિ (આદિ.૫૯,૧૭-૨૦)માં લખ્યા પ્રમાણે આમ ચાલ્યો: કશ્યપ-દિતિ, હિરણ્યકશિપુ, પ્રહ્પાદ, વિરોચન, બલિ, બાણ (અસુરબાણ, બાણાસુર). બાણનું પાટનગર ‘શોણિતપુર’ (બીજાું નામ રૂધિરપુર) હતું એમ પુરાણોકત ઉષા, અનિરૂદ્ધાદનાં આખ્યાનો ઉપરથી જાણવા મળે છે.
પ્રાચીન ભારતીય સાહિત્યમાં વાર્ણિત આ પશ્ચિમ એશિયાની પ્રાચીન પ્રજાઓને ઓળખી કાઢવાનો પ્રશ્ન આપણા વિદ્વાનો સમક્ષ હજુ ઊભો જ છે. એ બધામાં, આપણે પાછળ જણાવ્યું તેમ, ભારતીયા આર્યો (દેવો)ને અસુરો સાથે સૌથી વધુ સંબંધ રહ્યો હતો એટલે અનુરોને લગતી તપાસ વધુ ઉપયોગી છે. આ બાબતમાં ઉષા-અનિરૂદ્ધની કથા વિશેષ સહાયભૂત થઇ પડે છે. આ કથા આમ તો અનેક પુરાણાદિ ગ્રંથોમાં આપેલી છે, પરંતુ હરિવંશપુરાણના અધ્યાય ૧૧૬થી ૧૨૮ સુધીમાં આપેલી કથા સૌથી વધુ વિસ્તૃત અને ઉ૫યોગી છે. હરિવંશએ મહાભારતની પુરવણી ગણાય છે. મહાભારતમાં કૃષ્ણનું ચરિક્ષ તેઓ કૌશવ-પાંડવોના સંપર્કમાં આવ્યા એટલું જ હોવાથી હરિવંશ દ્વારા તેની ખોટ પૂરવામાં આવી છે. પાર્ણિાન (ઇ.સ.પૂ. ૬૦૦)ની પહેલાં હરિવંશ-પુરાણનું અસ્તિત્વ હતું. એટલે એમાં આપેલી ઉષા અનિરૂદ્ધની કથા ખૂબ પ્રાચીન હોવાથી વધુ પ્રમાણભૂત લેખી શકાય. આ કથામાં અસુર બાણનાં પાટનગરનાં બે નામો તે પાછળ જણાવ્યા પ્રમાણે શોણિતપુર અને રૂધિરપુર આપ્યો છે. આ ઉપરથી જણાય છે કે, આ કોઇ વિશેષનામ નથી, પણ કોઇ અન્ય ભાષાના નગરનામનું આ સંસ્કૃત ભાષાંતર છે. માટે બાણાસુરની રાજધાનીનું નામ આ અર્થ વાચી કોઇ બીજાું નામ રહ્યું હશે. હવે આપણે આ કથાના નોંધ લઇએ.
શોણિતપુરના રાજા અસુરબાણને ઉષા નામે કન્યા હતી. તેના મંત્રી કૌભાંડની પુત્રી ચિત્રલેખા તેની સાહેલી હતી. ઉષાએ સ્વપ્નમાં એક એવા રાજકુમાર જોયો કે જેના ઉ૫ર તે પ્રેમાસકત બની ગઇ. ઉષાએ ચિત્રેલેખાને પોતાના મનની વાત કરી. ચિત્રલેખાએ દેશદેશાંતરોના અનેક રાજકુમારોનાં ચિત્રો ઉષાને દોરીદોરીને બતાવ્યાં. એમાં ના એકને ઉષાએ પોતે સ્વપ્નમાં જોયેલા રાજકુમાર તરીકે ઓળખી કાઢયો. આ શ્રીકૃષ્ણનો પૌત્ર તથા તેમના દીકરા પ્રધુમ્નનો પુત્ર અનિરૂદ્ધ હતો. અનિરૂદ્ધને કોઇ પણ રીતે લાવી આપવા ઉષાએ ચિત્રલેખાને કહ્યું. ચિત્રલેખા છૂપી રીતે દ્વારવતી (દ્વારકા) આવી અને ઊંઘતા અનિરૂદ્ધનું હરણ કરીને તેને શોણિતપુર લઇ ગઇ, જયાં ઉષાએ તેને પોતાની પાસે પોતાના રાજમહેલમાં રાખ્યો. આ બાજાુ દ્વારાવતીમાં સવાર પડતાં રાતોરાત અનિરૂદ્ધનું હરણ કરીને તેને શોણિતપુર લઇ ગઇ, જયાં ઉષાાએ તેને પોતાની પાસે પોતાના રાજમહેલમાં રાખ્યો. આ બાજાુ દ્વારવતીમાં સવાર પડતાં રાતોરાત અનિરૂદ્ધ ખોવાયાની દુ:ખભરી વાત શ્રીકૃષ્ણ અને તેમના કુટુંબીજનો તથા પ્રજાએ જાણી. બધે હાહાકાર વ્યાપી ગયો. અનિરૂદ્ધ કયાં ગયો તે કોયડો કોઇ ઉકેલી શકયું નહી. પછી નારદ આવ્યા. નારદે આ રહ્યસ્યની હકીકત જણાવતાં કહ્યું કે, અનિરૂદ્ધનું હરણ થયું છે અને તે હાલ શોણિતપુર એ દ્વારાવતીથી અગિયાર હજાર યોજન જેટલે દૂશ્ર છે. કૃષ્ણે શોણિતપુર પર આક્રમણની તૈયારી કરી. તેઓ બળરામ, પ્રદ્યુમ્નાદિને લઇને દ્વારાવતીથી રવાના થયાં. લાંબો પ્રવાસ ખેડીને શ્રીકુષ્ણ સસૈન્ય શૌણિતપુરના સાન્નિધ્યમાં આવ્યા. ત્યાં જોયું તો તપન, દહન વગેરે અનેક પ્રકારના અગ્નિઓ પ્રજવલિત થઇને ચારે બાજાુની શોણિતપુરનું રક્ષણ કરી રહ્યા હતો આ અગ્નિઓને જલાસ્ત્ર ઇત્યાદિ હથિયારો વડે પરાસ્ત કરીને કૃષ્ણે શૌણિતપુરમાં પ્રવેશ કર્યો. બાણાસુર સાથે તુમુલ યુદ્ધ જામી પડ્યું. અંતે કૃષ્ણનો વિજય થયો. અનિરૂદ્ધને છોડાવ્યો. ઉષા સાથે ધામધૂમથી તેનાં લગ્ન થયાં. પરાજિત બાણાસુરના મંત્રી કૌભાંડે કૃષ્ણાને જણાવ્યું કે શોણિતપુર અને દ્વારાવતી વચ્ચે માર્ગ પર જે વરુણદેવની પાટનગરી (હરિવંશમાં એનું નામ નથી આપ્યું)આવે છે, ત્યાં વરૂણ પાસે સંખ્યા બંધ ઉતમ ગાયો છે. તે અહીંથી પાછા ફરતાં માર્ગમાં તમે વરુણ પાસેથી દ્વારાવતી લેતા જજો. કૃષ્ણ વિજય મેળવીને તથા પૌત્રવધુ ઉષાને લઇ દ્વારાવતી પાછા ફરવા રવાના થયા. માર્ગમાં વરુણની પાટનગરી આવતી. કૃષ્ણે વિજય મેળવીને તથા પૌત્રવધુ ઉષાને લઇ દ્વારાવતી પાછા ફરવા રવાના થયા. માર્ગમાં વરૂણની પાટનગરી આવી. કૃષ્ણે વરૂણ પાસેથી ગાયો માંગી. વરૂણને ના પડી. પરિણામે યુદ્ધ થયું, જેમાં કૃષ્ણે વરૂણને પરાજિત કર્યા અને કૃષ્ણે ગાયો પોતાની સાથે લીધી.અંતે વિજયી યાદવ સૈન્ય દ્વારવતી પાછું ફયું. ધામધૂમ સાથે વિજ્યોત્સવ ઊજવવામાં આવ્યો ને તે પ્રસંગે ઉષાની સાથે જે અસુર ક્ધયાઓ શોણિત-પુરથી આવેલી તેમનાં લગ્ન યોગ્ય યાદવકુમારો સાથે કરવામાં આવ્યા.
ઉપરોકત કથાની બે હકીકતો ખાસ નોંધપાત્ર છે. પહેલીએ કે દ્વારાવતી અને શોણિતપુરના માર્ગ પર વચ્ચે વરુણની પાટનગરી આવતી હતી. બીજી હકકીત એ કે શોણિતપુરના સાન્નિધ્યમાં અગ્નિની જવાલાઓ પ્રજવલિત થતી હતી. કારણ કે વરુણ અને પશ્ર્ચિમના દિક્પાલ હતા એટલે કહી શકાય કે શોણિતપુરની સ્થિતિએ દ્વારાવતીની પશ્ર્ચિમ દિશાએ રહી હોવી જોઇએ. એવી સ્થિતીમાં કૃષ્ણ પોતાનું સૈન્ય દ્વારાવતીથી વહાણો વાટે પશ્ર્ચિમ (અરબી) સમુદ્રમાં કયાંક લઇ ગયા હોવા જોઇએ. વરુણની પાટનગરીએ મત્સ્ય, વિષ્ણુ, ઇત્યાદિ પુરાણ પ્રમાણે ઇરાન અને ઇરાકની સરહદે ઇરાની અખાત નજીક આવેલી સુસાનગરી હતી, જે અત્યારે પણ મોજુદ છે. એનો અર્થએ થયો કે કૃષ્ણ અને તેમનું સૈન્ય શોણિતપુર જતાં સુસાને આંગણેથી પસાર થયા હશે અને શોણિતપુરએ સુસાથી પણ આગળ કયાંક આવેલું હશે. આ સ્થળની આગળ કે જયાં ભૂગર્ભમાં ખનિજ તેલની હાજરીને લઇ કુદરતી રીતે જ પ્રાચીન કાળથી ખનિજ ગેસની જવાલાઓ જયાં હજાુ પણ નીકળ્યા કરતી હોય એવો વિસ્તાર. તે ઉપર ઇરાકમાં આવેલું કિકું ક્ષેત્ર છે. પ્રાચીન કાળમાં અહીં અસીરિયન લોકો (ઇ.સ.પૂ. ૧૯૦૦-૬૦૬) વસતા અને રાજય કરતા હતા. આ લોકો પોતાના શિલાલેખો અને પ્રાચીન સાહિત્યમાં પોતાની જાતિનું નામ ‘અસ્સુર’ લખી ગયા છે. ‘અસીરિયન’ શબ્દ તે આ ‘અસ્સુર’ નામનું ગ્રીક રૂપાંતર હેઠળ જ પાશ્ર્ચાત્ય વિદ્વાનો ‘અસ્સુર’ લોકોને ઓળખે છે એથી આ લોકો વિષે કેટલીક ગેરસમજાૂતીઓ ઊભી થવા પામી છે. આ રીતે આપણે જાણ્યું કે પ્રાચીન ભારતીય સાહિત્યના અસુર લોકોએ ઉતર ઇરાકની પ્રાચીન પ્રજા તે ‘અસ્સુર’ એટલે અસીરિયન લોકો હતા. ઇતિહાસ તેમને પ્રાચીન જગતની સૌથી વધુ ઘાતકી અને અત્યાચારી પ્રજા તરીકે વર્ણવે છે. એ શત્રુઓ પર ભારે ત્રાસ વર્તાવતા અને તેમની કત્લેઆમ પણ કરતા. ખૂનામરકીની તેમના હાથો ખરડાયલા રહેતા.
હવે આપણે શોણિતપુરની ભાળ કાઢવાની રહે છે. એ પ્રાચીન ઉતર ઇરાક એટલે કે અસીરિયાના કિુર્કકક્ષેત્રમાં કયાંક રહ્યું હોવું જોઇએ. આ વિસ્તારમાં અસીરિયનોએ એક પછી એક ત્રણ પાટનગરો વસાવ્યાં હતાં. અસ્સુર, નિમરૂદ અને નિનેવા (વાસ્તવિક નામ નિનુઆ). અસીરિયન લોકોનો મુખ્ય દેવ તથા યુદ્ધદેવ ‘અસ્સુર’ હતો કે જેના અનુયાયી રહ્યા હોવાથી આ લોકો ‘અસ્સુર’ કહેવાયા. તેના નામ પર અસીરિયન લોકોએ તેમનું પહેલું પાટનગર ‘અસુર’ વસાવ્યું છે. એમના એક દેવનું નામ ‘નિમરૂદ’ હતું એટલે આગળ જતાં તેમણે બીજાું પાટનગર આ નામનું વસાવ્યું હતું. તેમની રાષ્ટ્રિય માતૃદેવીનું નામ ‘નીના’ હતું એટલે ત્રીજું પાટનગર આ દેવીના નામ પર ‘નિનુઆ’ નામ આપીને વસાવ્યું હતું. હવે ત્રણમાંથી શોણિતપુર કયુ? આપણે પાછળ જોયું કે શોણિતપુરનાં આપણા પ્રાચીન સાહિત્યમાં એક કરતાં વધુ નામ મળતાં હોવાથી આ નામ કોઇ અન્ય ભાષાના નગરનામનું સંસ્કૃત રૂપાંતર હોવાનું જણાય છે. પણ અસીરિયાનાં ત્રણે પાટનગરોનાં નામોમાંથી એવો અર્થ પ્રતિધ્વનિત થતો નથી, કારણ ત્રણેનાં નામો અસરિયન દેવ-દેવીઓ ઉપર છે.કોયડાનો ઉકેલ હિબ્રુ (યાહુદી) સાહિતયમાંથી લાધ્યો. હિબ્રૂ લોકો પર અસીરિયનોએ ભારે અત્યારો કરેલા હોવાથી તેઓ અસીરિયનોને ખૂની લોકો તથા તેમની રાજધાનીને ‘લોહીયાળનગરી’ કહેતા. બાઇબલ નવા કરારમાં પણ આ વતાનો પડઘો પડ્યો છે. બાણાસુરના પાટનગર શોણિતપુરનો ભેદ ઊકલ્યો. નિનેવા આજે પણ છે. તે કિર્કૃકની સાવ નજીક છે અને તેના સાન્નિધ્યમાં પ્રાચીનકાળથી માંડો આજ પર્યત ભૂગર્ભમાંથી ખનિજ ગેસની જવાલાઓ ભભૂકયા કરે છે.
આ હકીકતો જોતાં એમ લાગે છે કે દ્વાદશ દેવાસુરસંગ્રામોએ ભારતીય આયો અને અસીરિયનો વચ્ચે ખેલાયા હતા. સવાલ ઊભો થયા છે કે એ ભારતની ભૂમિ પર ખેલાયા હતા કે અન્યત્ર? આ બાબતમાં પુરોણોની કેટલીક હકીકતો સંદિગ્ધ છે. કેટલાક સંગ્રમો ભારતમાં પણ ખેલાયા હોવાની કવચિત્ નોંધો ઉપલબ્ધ થાય છે. એનો અર્થએ થાય કે અસીરિયનોએ ભારત પર આક્રમણો કર્યા હતાં. વાતને નકારી શકાય તેમ તો નથી નાગ લોકોના પેટામાં અસારિયનો આવી જતા. આપણા પ્રાચીન સાહિત્યમાં પશ્ચિમ એશિયા અને ઇજિપ્તના પ્રાચીન લોકો માટે ‘નાગ’ નામ સામાન્યતા વપરાયલું હોવાનું જણાય છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ભારતના જાુદા જાુદા ભાગો પર નાગલોકોએ અને ક આક્રમણો કરેલા અને અહીં રહીને તેમણે જયાં ત્યાં અનેક પ્રદેશોમાં રાજ્ય પણ કયું હતું. હરિવંશ (૧,૩૩,૨૬)માં જણાવ્યા પ્રમાણે કાર્તવીર્ય અર્જાુન સૌપ્રજામ નાગલોકોને નર્મદા ખીણમાં માહિષ્મતી ખાતે વસાવવા માટે લાવ્યો હતો. પરીક્ષિતનો વધ નાગલોકોના આક્રમણથી થયેલો આ જાણીતી વાત છે.હવે પ્રશ્ર્નએ ઉપસ્થિત થાય છે કે જેવી રીતે આપણા પ્રાચીન સાહિત્યમાં પ્રાચીન મધ્યપૂર્વની પ્રજાઓને લગતી નોધો મળી આવે છે તેવી રીતે ત્યાંના પ્રાચીન સાહિત્ય અને શિલાલેખોમાં ભારત અને ભારતવાસીઓ વિષયક વિવરણો મળી આવે છે કે કેમ? ખરી વાત એ છે કે આ દષ્ટિએ પ્રાચીન ભારતીય તથા પ્રાચીન મધ્યપૂર્વીય ઇનિહાસસામગ્રીનો અભ્યાસ પદ્ધતિસર રીતે હજુ હાથ ધરવામાં આવ્યો નથી. પ્રાચીન મધ્ય-પૂર્વના બેબીલોનિયન, ઇજિપ્શિયન, અસરિયિન વગેરે સાહિત્ય અને શિલાલેખોમાં ભારતનું શું નામ લખ્યું છે તેનું રહસ્ય હજાુ ઉકેલાયું નથી. આ કામ આંટીધૂંટીઓવાળું છે. શોણિતપુર નગરને આસીરિયામાં શોધી કાઢવાનું કાર્ય કેટલું કડાકૂટભર્યુ છે. તે આપણે આ લેખમાં જોયું. તેવી જ કડાકૂટએ દેશોના પ્રાચીન સાહિત્યમાંથી ભારત અને ભારતવાસીઓનાં નામો શોધી કાઢવામાં પડે એ સમજાય તેમ છે. આમ છતાં આ વિષયનો અભ્યાસ આપણા દેશમાં હાથ ધરાયએ ઇષ્ટ છે.