અદાણી લોજીસ્ટીક્સ લિ.(અઅકક)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એગ્રી લોજીસ્ટીકસ લિ.ને સ્પર્ધાત્મક લિલામના અનુસંધાને ભારતમાં જુદા જુદા સ્થળોએ સાઇલો સંકૂલોના નિર્માણ માટે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા તરફથી લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત થયો છે.લેટર ઓફ એવોર્ડના આધારે અદાણી એગ્રી લોજીસ્ટીકસ લિ. બિહારના કટીહાર અને ઉત્તર પ્રદેશના કાનપુર, ગોંડા અને સાડીલામાં મળીને ચાર સ્થળોએ ભારતના સંગ્રહ આંતરમાળખાને આધુનિક બનાવવાના ભારત સરકારના હેતુને અનુરૂપ અદ્યતન સાઇલો સંકૂલોનું નિર્માણ કરી સાઇલોની કુલ 3.5 લાખ મેટ્રીક ટન સંગ્રહ ક્ષમતાનું સર્જન કરશે.
તાપમાન અને ભેજ નિયંત્રણોથી સજ્જ આ સાઇલો સંકુલો મિકેનાઇઝડ અને સ્વયંચાલિત છે જે અનાજના સંગ્રહ અને સંચાલન અને જાળવણી કરવા માટે બનાવવામાં આવ્યા છે. માલ મેળવવાથી લઇ પરિવહન સુધીની અન્ન સંચાલનની સંપૂર્ણ પ્રક્રિયા ક્ધટેનરાઇઝડ હેરફેર મારફત જથ્થાબંધ સ્વરૂપમાં પૂરી પાડવામાં આવે છે.અદાણી એગ્રી લોજીસ્ટીસ લિ.(અઅકક) ના આ પ્રોજેકટથી સામાન્ય ગ્રાહકો અને જાહેર વિતરણ પધ્ધતિ (ઙઉજ)ના લાભાર્થીઓને સહાયરૂપ થવા ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યના ખેડૂતોને લાભ કરશે.
વધુમાં આ પ્રોજેકટ સામાન્ય ગ્રાહકો અને પીડીએસ (જાહેર વિતરણ પ્રણાલી)ના લાભાર્થીઓ માટે પણ ફાયદાકારક બનશે, ઉપરાંત મજૂરી ખર્ચ, બારદાન અને પરિવહનના ખર્ચમાં પણ નોંધપાત્ર બચત કરશે.ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફરના ધોરણે હાથ ધરાનારા આ પ્રોજેકટમાં હબ સાઇલો સંકૂલો જે ક્ધટેનર ડેપો સાથેના અને ક્ધટેનર ડેપો વગરના સ્પોક સાઇલો સંકુલો સામેલ હશે.3.50 લાખ મેટ્રીક ટન સંગ્રહ શક્તિના વધારા સાથે અદાણી એગ્રી લોજીસ્ટીસ લિ. પાસે ભારતમાં હવે ર4 સ્થળોએ કુલ 15.25 લાખ મેટ્રીક ટન સાઇલોની સંગ્રહ ક્ષમતા થશે.
અદાણી લોજિસ્ટિક્સ લિ. વિષે વધુમાં મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક સહિત લોજિસ્ટિકસ ઈન્ફાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને ક્ધટેનર, લિક્વિડ, અનાજ, બલ્ક અને ઓટો માટે સંપૂર્ણ રેલ સોલ્યુશન્સ બનાવીને ભારતમાં મુખ્ય બજારોમાં વધુ વૈવિધ્યસભર એન્ડ-ટુ-એન્ડ ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિકસ સર્વિસ પ્રોવાઈડર છે.અદાણી લોજીસ્ટીકસ લિ.42 ક્ધટેનર ટ્રેન, 25 બલ્ક ટ્રેન, 7 એગ્રી ટ્રેન અને 3 ઓટો ટ્રેન મળી 77 માલવાહક ટ્રેનો તથા 800,000 ચોરસ ફૂટ વેરહાઉસિંગ જગ્યા, 5,000 ક્ધટેનર, 0.9 મિલીઅન મેટ્રીક ટન અનાજ સાઇલોનું સંચાલન કરે છે.