બદલતા આ સમય સાથે
હવે મનમાં જાગ્યો એક સવાલ
વાત તો કરો કઈક ?
હવે છે બસ તું ને હું ક્યાક
જીવી માળી રહ્યા જિંદગી ક્યાક
કારણ,
છૂટી રહી સામ્યતા ક્યાક,
તૂટી રહી વાતો ક્યાક,
ખૂટી રહી લાગણી ક્યાક,
ફૂટી રહી એકલતા ક્યાક,
હતા જે સદા એક સાથે
ક્યાં જઈ પૂછવું હવે મારે?
કે શું તું કરે પહેલા જેવી કઈક વાત
તે પણ જાણે ખોવાયા
ફરી આ મતલબી દુનિયા સાથે
કહું હવે હું ફક્ત મનમાં મારા
કે શીખી જા તું પણ મારી સાથે જીવતા
એ વાત, કરતો રહે તું પણ મારી જેમ
વાસતવિકતા જોઈ મને કઈક વાત
હવે રહ્યો તારો મારો એકલતાનો સાથ
વિખૂટી પડ્યાં બધા,
સંબંધો વાતો અને વાણી સંગાથ.