છ દિવસથી ભૂખ હડતાળ પર રહેલા કેદીની તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો
શહેરમાં આવેલી મધ્ય જેલમાં ભૂખ હડતાળ ઉપર ઉતરેલા કેદીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મધ્યસ્થ જેલમાં પોકસોના ગુનામાં સજા કાપતો ફિરોજ અહેમદભાઈ રફાઈ નામનો કાચા કામનો કેદી છેલ્લા છ દિવસથી ભૂખ હડતાલ ઉપર ઉતર્યો હતો ભૂખ હડતાલ ઉપર ઉતરેલા ફિરોજ રફાઇની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવવામાં સોમનાથ વેરાવળમાં રહેતા લલીતાબેન હરિભાઈ વડીડુમ નામના 53 વર્ષના પ્રોઢા રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલા 25 વારીયા ક્વાર્ટરમાં રહેતી ભત્રીજીના ઘરે હતા. ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પ્રૌઢાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક લલિતાબેન વડીડુમ છેલ્લા છ દિવસથી અહીં રાજકોટ રહેવા માટે જ આવી ગયા હતા અને ભત્રીજીના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.