Abtak Media Google News

90% અગરીયાઓને મીઠું પકવાથી વંચિત રખાશે તો ‘મીઠાંની તાણ’ ઉભી થશે

હજારો અગરિયા કામદારોમાંથી માત્ર 497 કામદારોને જ હક આપવાના નિર્ણયનો અગરિયા હિત રક્ષક સમિતિ એ નોંધાવ્યો વિરોધ

“સબરસ’ જે મીઠાના સત્યાગ્રહથી મહાત્મા ગાંધીએ દુનિયા પર રાજ કરનાર બ્રિટિશ સલ્તનત ના પાયામાં લૂણો લગાડી દીધો હતો.. આજ એજ મીઠા માટે જીવતર ખારું કરનાર મીઠા પકવનાર અગરિયાઓને હક અધિકાર માટે લડત ચલાવવાનો સમય આવ્યો છે અગરિયા હિત હિત રક્ષક સમિતિએ અગરમાં મીઠું પકવવાનું કામ કરનાર અગરિયાઓને અધિકાર આપવામાં તંત્ કંજૂસાઈ કરતું હોવાના મુદ્દે વિરોધ ઉઠાવ્યો છે

કચ્છના નાના રણ અને ખાસ કરીને ઘુડખર અભ્યારણ વિસ્તારમાં’અગરિયાઓ’ તરીકે ઓળખાતા મીઠા કામદારોના હક અધિકારો સમર્થન આપતી અગરિયા હિત્રરક્ષક સમિતિએ જણાવ્યું હતું કે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે માત્ર 497 અગરિયાઓને વપરાશકર્તા અધિકારો આપ્યા છે.

આ સંખ્યા કચ્છના નાનકડા રણમાં કામ કરતા કુલ અગરિયાઓની સંખ્યા માં માત્ર 10% કરતા પણ ઓછી છે, નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના ને અધિકારો નહીં આપવામાં આવે તો હજારો અગરિયાઓના ભાવિ પર તેની અસર થશે

અગરિયા હિત્રરક્ષક સમિતિ ના ક્ધવીનર હરિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “અમે સરકારને રજૂઆત કરી છે કે મીઠું પકવવાની કામગીરીથી ઘુડખર ના અભ્યારણમાં કોઈ પ્રકારની ખલેલ થતી નથી મીઠું પકાવનાર અગરિયાઓ મીઠાની સિઝન દરમિયાન માટે જ નાના રણમાં રહે છે બાકી અગર ની માલિકી વન વિભાગ પાસે જ રહે છે

કચ્છના નાના રણમાં હજારો અગરિયા વિષમ પરિસ્થિતિમાં મીઠું પકવે છે આગરીયાઓની સંખ્યા હજારોમાં થાય છે તંત્ર એ તાજેતરમાં પરિપત્ર બહાર પાડીને  ઘુડખર અભ્યારણ અને પર્યાવરણના મુદ્દે અગરિયાઓને કામ કરવાની માન્યતા અંગે નિર્ણય કરીને માત્ર 497 અગરિયાઓને નાના રણમાં મીઠું પકવવા માટેના અધિકારો આપવાની જાહેરાત કરી છે આ સંખ્યા કુલ અગરિયાઓ ની સંખ્યા માંથી માત્ર 10% જ ગણવામાં આવે છે અગરિયા હિત રક્ષક સમિતિએ તમામ અગરિયાઓને મીઠું પકવવાના હક આપવાની માંગણી કરી છે જો વના તંત્ર તમામ અગરીયાઓને મીઠું પકવવાની છૂટ નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.