ઈન્ડોનેશિયામાં રાષ્ટ્રપ્રમુખ અને વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પડેલા ૧૯.૩ કરોડ મતોને
સતત ગણવાની કામગીરી દરમિયાન કર્મચારીઓના મોત: ૧૮૭૮ કર્મચારીઓ બિમાર
ઈન્ડોનેશિયામાં એક જ તબકકામાં યોજાયેલી વિશ્ર્વની સૌથી મોટી એક દિવસીય ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા કર્મચારીઓને વધારે પડતા કામનું ભારણ જીવલેણ સાબીત થયું છે. કલાકો સુધી સતત કામ અનેલાખો મતપત્રકોની ગણતરીથી ૨૭૦ કર્મચારીઓ મૃત્યુ પામ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ૧૭મી એપ્રીલે એક જ દિવસમાં
યોજાયેલી ચૂંટણીની મતગણતરી કરી રહેલા કર્મચારીઓનાં ૧૦ દિવસમાં થાકને કારણે મોત નિપજયા હોવાનું સત્તાવાળાઓ જાહેર કર્યું છે.
ઈન્ડોનેશિયામાં ચૂંટણી ખર્ચ ઘટાડવા માટે રાષ્ટ્રપ્રમુખની અને વિધાનસભાઓની ચૂંટણી ૨૦મી એપ્રીલે યોજાઈ હતી. જેમાં એક સાથે ૨૬ ક્રોડ મતદારોએ શાંતિપૂર્ણ રીતે ૮૦ ટકા મતદાન થયું હતુ જેમાં ૧૯.૩ કરોડ મતદારોએ ૫-૫ મતપત્રકો દ્વારા ૮ લાખ મતદાન મથકોપર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આઠ કલાક ચાલેલાઆ મતદાનમાં દેશના ૫ હજાર કીમીના પશ્ર્ચિમી પૂર્વ વિસ્તારનાં તમામ મતો એક એક કરીને હાથથી ગણવા સહિતની કામગીરી કર્મચારી કરી રહ્યા છે. દરમિયાન ભારે કામથી થાકીને બિમાર પડી ગયેલા ૨૭૦ કર્મચારીઓના મૃત્યુ થઈ ચૂકયા છે. ત્યારે હજુ ૧૮૭૮ કર્મચારીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાનું પ્રવકતા આરીફ પ્રિયોએ જણાવ્યું હતુ.
આરોગ્ય મંત્રાલયે ૨૩મી એપ્રીલે ચૂંટણી કર્મચારીઓની પરિસ્થિતિ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરીને ચૂંટણી સ્ટાફને સઘન સારવારની વ્યવસ્થા અને નાણાંમંત્રાલય ભોગ બનનારને વળતરની જાહેરાત કરી છે. મૃત્યુદર વધવાના મામલે ચૂંટણી પંચ આરોપોના કઠેરામાં મૂકાય ગયું છે. વિપક્ષના મુખ્ય પ્રચારક એહમદ મુજાનીએ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી પંચે કર્મચારી પરના કામના ભારણની કોઈ ખેવના કરી જ નથી અને કર્મચારીઓ પાસેથી એકધા‚ કામ ખેંચી લેતા આ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ ચૂંટણીમાં પ્રમુખ તરફે બોગસ મતદાનની ફરિયાદો ઉઠી હતીને પ્રમુખ પ્રોબોસોખને અને હરિફ જોકોવિડોડોએ જીતના દાવા કર્યા હતા.