ઉત્તરપ્રદેશમાં બુલેટ ટ્રેનની ઝડપે દોડે છે ટ્રેનકેગનાં રિપોર્ટમાં રેલવેનું ભોપાળુ છતું ૧૧૬ કિલોમીટરનું અંતર ટ્રેન ફકત ૧૬મી કાપતી હોવાના ખોટા રિપોર્ટ મામલે કેગે રેલવે તંત્રનો ઉધડો લીધો
વિશ્ર્વની સૌથી મોટી ભારતીય રેલવેમાં પણ અઢળક ગોટાળા ચાલતા હોવાનું ઓડિટર જનરલે શોધી કાઢી રેલવે તંત્રની બેદરકારી છતી કરી છે. અલ્હાબાદ અને ફતેપુર વચ્ચે ૧૧૬ કિલોમીટરનું અંતર એક ટ્રેને ૪૦૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૧૭ મિનીટમાં પૂર્ણ કર્યાનો રેલવેનો ખોટા રીપોર્ટને કેગે પકડી પાડયો છે અને બુલેટ ટ્રેનની સ્પીડને પણ ટકકર મારે તેવો આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.
ભારતીય રેલવે તંત્રમાં ચાલતી ગરબડીનો રીપોર્ટ તાજેતરમાં કોમ્પ્રોટેલિર એન્ડ ઓડીટર જનરલ (કેગ)નાં વાર્ષિક તપાસણીમાં બહાર આવ્યો છે. કેગના ઓડિટ રીપોર્ટમાં બહાર આવ્યું હતું કે, રેલવેના ઈન્ટીગ્રેટેડ, કોચીંગ મેનેજમેન્ટ સીસ્ટમમાં ખામીઓ ભરેલી એન્ટ્રી કરવામાં આવી રહી છે. જેના કારણે પેસેન્જર હેરાન થઈ રહ્યા છે. કેગ દ્વારા ઉતરપ્રદેશમાં દોડતી પ્રયાગરાજ એકસપ્રેસ, જયપુર અલ્હાબાદ એકસપ્રેસ અને દુરંતો એકસપ્રેસ ટ્રેનનાં શેડયુલમાં ક્ષતિઓ હોવાનું શોધી કઢાયું હતું. ૨૦૧૬-૧૭નાં આ ત્રણેય ટ્રેનોના અલ્હાબાદ-ફતેપુર વચ્ચેના ૧૧૬ કિલોમીટરનાં અંતરને લઈ રેલવે દ્વારા ખોટી એન્ટ્રી કરવામાં આવી હોવાનું નોંઘ્યું છે.
સામાન્ય રીતે અલ્હાબાદ-ફતેપુર વચ્ચેનું ૧૧૬ કિલોમીટરનું અંતર એકસપ્રેસ ટ્રેનો દ્વારા ૫૩ મીનીટ જેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવતું હોવા છતાં રેલવેની આઈસીએમએસ સિસ્ટમમાં આ અંતર ટ્રેન દ્વારા ફકત ૧૭ મીનીટમાં કાપવામાં આવ્યું હોવાનું એક બે વખત નહીં પણ અનેક વખત એન્ટ્રીમાં દર્શાવ્યું હતું. હકિકતમાં ૧૧૬ કિલોમીટર અંતર ૧૭ મીનીટમાં કાપવામાં આવતું હોવાનો આ ટ્રેન કલાકનાં ૪૦૯ કિલોમીટરની સ્પીડે દોડતી હોય અને આ સ્પીડ બુલેટ ટ્રેનની ગણી શકાય.
વધુમાં કેગ દ્વારા રેલવે તંત્રની લાપરવાહીના આ નમુના તારીખ મુજબ અલગ તારવી દર્શાવવામાં આવ્યો છે. જેમાં તા.૯ જુલાઈ ૨૦૧૬ના રોજ અલ્હાબાદ દુરંતો એકસપ્રેસ, ફતેહપુર ખાતે ૫:૫૩ મીનીટે પહોંચી અને અલ્હાબાદ ખાતે ૬:૧૦ વાગ્યે પહોંચી હોવાનું દર્શાવાયું હતું તો ૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ જયપુર-અલ્હાબાદ એકસપ્રેસ ૫:૫૩ મીનીટે અલ્હાબાદ અને ૬:૧૦ કલાકે ફતેપુર પહોંચ્યાનું દર્શાવવામાં આવ્યું છે.
ચોંકાવનારી બાબતો એ છે કે ટ્રેનનાં આવન જાવનનાં સમયમાં થતી ગરબડી રેલવેની નેશનલ ટ્રેન ઈન્કવાયરી સિસ્ટમમાં પણ પ્રતિબંધિત થતી હોવાથી મુસાફરો હેરાન પરેશાન થતા હોવાનું કેગે પોતાના રીપોર્ટમાં નોંઘ્યું છે.