- CSIC સર્ટિફિકેટ, કમાન્ડો યુનિફોર્મ, ડોક્યુમેન્ટ્સ સાથે બોગસ અધિકારી ઝડપાયો
- 9 મહિનાથી ખોટી ઓળખ આપી પૈસા પડાવતો
સુરત: ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આવા જ અધિકારી ને જળપ્યો છે આ આરોપી નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી-ધમકાવી અને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતો હતો.
આર્મી ઓફિસર બનવાનું સપનુ હતું….
સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી આ અંગે મળેલી માહિતી મુજબ, મૂળ બિહારનો વતની 25 વર્ષીય આરોપી હિમાંશુ રાય સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહે છે. આ પકડાયેલા આરોપીની જ્યારે પ્રાથમિક પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, નાનપણથી જ તેનું આર્મી ઓફિસર બનવાનું સપનું હતું. પોતાના આ સપનાને પૂર્ણ કરવા માટે તેણે આવા હથકંડા અજમાવ્યા હતા.
ખોટી ઓળખ આપી લોકો સાથે મારતો છેતરપિંડી:
આ અંગે વધુ માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી એ જણાવ્યું હતું કે, છેલ્લા 9 મહિનાથી આ આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલવાળી પ્લેટ લગાવી અને પોતાની પાસે રહેલી એરગન અને બોગસ બનાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ અને યુનિફોર્મ સાથે શહેરમાં ફરી રહ્યો હતો. આ તમામ નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્કમટેક્સની ખોટી ઓળખ આપી લોકો ને ધમકાવી પૈસા પડાવતો હતો.
સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ઓળખ આપી કરી છેતરપિંડી
- લોકોમાં રોફ જમાવવા તેણે સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલકીની ગાડીમાં લગાડીને ફરતો હતો. આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપતો હતો. એટલું જ નહીં લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના નામે અલગ-અલગ લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી હતી. ત્યારે આ આરોપીની ધરપકડ કરી પોલીસે તેની ગાડી સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી.
ભાવેશ ઉપાધ્યાય