સુરતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી જ હોય છે ત્યારે સુરતનો અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે પોપટની ચોરીની ઘટના સામે આવી છે.આ પોપટની જોડીની કિંમત આશરે ૨૫ લાખ રૂપિયા છે. મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના વરીયાવ ગામની છે જ્યાં પોપટની ચોરી થઈ હતી. જ્યાં ખેતરમા બનાવેલ પક્ષી ઘરમાંથી વિદેશી પોપટની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ પોપટની જોડીની કિંમત આશરે ૪૦ લાખ રુપીયા હતી. હા તમે સાચું જ વાંચ્યું પછી તો થાય જ ને ચોરી
સુરતના આ ખેડૂતનું નામ વિશાલભાઈ જીતેન્દ્ર ભાઈ પટેલ છે. તેઓની વેરીયાવ ગામ પાસે જમીન આવેલી છે. તેમણે પોતાની વાડીનું નામ મિત્રોની વાડી રાખ્યું હતું. આ વાડીમાં તેઓનું પક્ષીઘર બનાવ્યું હતું તેમને વિદેશી પક્ષીઓ રાખવાનો શોખ છેલ્લા ઘણા વર્ષોથી છે.જેને લઇ વર્ષ ૨૦૧૪માં કલકત્તાથી સ્કારલેટ મકાઉ પોપટ એટલે કે વિદેશી પોપટની જોડી તેઓ ખરીદી કરી સુરત લાવ્યા હતા જે ૨૫ દિવસ પહેલા ચોરી થઈ ગયા હતા. પોલીસે 25 દિવસ બાદ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
વિશાલભાઈના ઘરેથી ૨૬-૧૦-૨૦૨૨ના રોજ રોજની જેમ તેની વાડીમાં રહેલા પક્ષીઓ જમવાનું આપ્યા બાદ તમામને તેમની જગ્યાએ પાંજરામાં બંધ કરી દીધા બાદ ઘરે ચાલ્યા ગયા હતા.બીજા દિવસે સવારે તેઓ આવ્યા ત્યારે વિદેશી પોપટ નહોતા વિદેશી પોપટને રાખવામાં આવેલ પાંજરા ને જોતા લોખંડની જાળી કપાયેલી હતી અને રાત્રી દરમિયાન લાખોની કિંમતના પોપટ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
મકાઉ પોપટ કેમ બીજા પોપટથી અલગ ??
મકાઉ પ્રજાતિ પક્ષીઓમાં સૌથી મોટી ગણવામાં છે. આ પંખીઓને “પોપ્યુલર હોમ પેટ” હોવાનો દરજ્જો પણ મળેલ છે. બીજા બધા પોપટની પરખ કરતા હાઉસિંગ મકાઊ પ્રજાતિની લંબાઈ મોટી હોય છે. તેના આકારમાં સામાન્ય પોપટ કરતા વધારો જોવા મળે છે