- નકલી દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ માટે 604 કેસોમાં કાર્યવાહી શરૂ : પરીક્ષણમાં 282 દવા નકલી હોવાનો ઘટસ્ફોટ
નબળા સ્વસ્થ્યને સુધારવા માટે દવાનો ઉપયોગ થાય છે. પરંતુ દવા જ સ્વાસ્થ્ય બગાડે તો કેમ ચાલે ? આથી તંત્ર દ્વારા દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2023-2024ના સરકારી ડેટા અનુસાર ગુણવત્તા માટે પરીક્ષણ કરાયેલ કુલ 1,06,150 દવાના નમૂનાઓમાંથી, 2,988 ગુણવત્તા વગરની દવાઓ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે અને 282 દવાઓ નકલી હોવાનું સામે આવ્યું છે, તેમજ નકલી દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ માટે 604 કેસોમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
સરકાર નકલી અને હલકી ગુણવત્તાવાળા દવાઓ સામે મોટી ઝુંબેશ ચલાવી રહી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ઈઉજઈઘ) ના ડેટા મુજબ દેશમાં અંદાજે 10,500 એકમો છે જે વિવિધ પ્રકારના ડોઝ ફોમ્ર્સ અને અઙઈંનું ઉત્પાદન કરે છે. અત્યાર સુધીમાં 500 થી વધુ જગ્યાઓમાં જોખમ આધારિત તપાસ કરવામાં આવી છે. “સરકાર વિવિધ રાજ્યોમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર દરોડા પાડી રહી છે અને જે નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાયું હતું અને તેમને નોટિસ આપી રહી છે. તેમજ ઉત્પાદન ઓર્ડર બંધ કરવા, સસ્પેન્શન, લાઇસન્સ રદ કરવા જેવા પગલાં લેવામાં આવ્યા છે.
ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે તેમની વેબસાઇટ પર ગુણવત્તાયુક્ત દવાઓની કંપની મુજબની યાદી પણ પ્રકાશિત કરવી જોઈએ જેથી કરીને સામાન્ય લોકોમાં કઈ દવાઓ લેવી તે અંગેની જાણકારી મળી રહે તેમજ નકલી દવાથી થતું નુકસાન અટકાવી શકાય.