બોટાદમાં શનિવારે યોજાનાર પાસની ચિંતન શિબિરમાં ઈવીએમ મુદ્દે આંદોલનનો તખ્તો ઘડાશે
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આગામી તા.૩૦ના રોજ બોટાદમાં ચૂંટણી પરિણામો ઉપર ચિંતન શિબિર કરવા જઈ રહ્યો છે. આ શિબિરમાં પાસના આગેવાનો ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ સામે કઈ રીતે અભિયાન ચલાવવું તે મુદ્દે પણ ચર્ચા કરશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો નિરાશ છે.
બોટાદમાં ચિંતન શિબિર દરમિયાન તેઓ આ મુદ્દે ચર્ચા કરશે. બોટાદ પાસના ક્ધવીનર દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિરમાં હાર્દિક સહિતના પાસના આગેવાનો સહિતનાને આમંત્રણ અપાયું છે. ૨૦૦૦ પાસ કાર્યકરોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ સામે અમારી લડત માટેનો એજન્ડા આ ચિંતન શિબિરમાં ઘડી કાઢવામાં આવશે. અમે એવું દ્રઢતાપૂર્વક માનીએ છીએ કે, ચૂંટણી જીતવા ભાજપ ઈવીએમમાં ગોટાળા કરશે. બોટાદમાં આયોજીત પાસની ચિંતન શિબિરમાં મહત્વના નિર્ણયો લેવાય તેવી શકયતા છે. આંદોલનની આગામી રણનીતિ ઘડવામાં આવનાર છે.