હમણાં દિવાળીના ઉત્સવોની ઉજવણી ચાલી રહી છે. લોકો ધામ ધૂમથી ઉજવતા હોય છે .દિવાળી એક આનંદ અને ઉલ્લાસ નો તહેવાર છે. તેમાં લોકો દિવા પ્રગટાવે છે , મીઠાઈઓ ખાય છે, નવા કપડાં ખરીદે છે ઘરને શણગારે છે વગરે પ્રવૃત્તિઓ કરે છે. આ બધા ઉપરાંત તેઓ ફટાકડા ફોડીને પણ પોતાની ખુશી પ્રગટ કરે છે.
ફટકડાથી આપણે ખુશી પ્રગટ કરીયે છીએ પરંતુ આપણે એ જાણતા જ નથી કે ફટકડાથી કેટલું બધું નુકસાન થઈ શકે છે .ફટાકડાના ધુમાડાથી લોકોને શ્વાસ લેવામાં લકલીફ પડી શકે છે, ધુમાડાથી આંખમાં પણ નુકસાન થઈ શકે છે, ફટકડાથી વાયુ પદુષણ બહોળા પ્રમાણમાં ફેલાય છે. ફટકડાથી દાઝી જવાનો ભય પણ વધુ રહે છે.
ફટાકડાના આટલા બધા નુકસાનના કરણે ભારત સરકાર દ્વારા ‘ લીલા ફટાકડા ( ગ્રીન ક્રેકર્સ )’ નું સર્જન કરવામાં આવ્યું છે. આ કામ સીએસઆઈઆર ( ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ ) કરવામાં આવે છે.તેમના દ્વારા ફ્લાવર પોટ્સ, પેન્સિલ, સ્પારકલ અને ચક્કર વગેરે ફટાકડા બનનાવામાં આવે છે. આ લીલા ફટાકડા પર્યાવરણને અનુકૂળ અને વાયુ પ્રદૂષણ ને ઘટાડવા માટે વિકસિત કરવામાં આવ્યા છે.તેમાં ગન પાવડર અને બીજા જ્વલનશીલ કેમિકલ્સથી બનાવવામાં આવે છે. આ ફટાકડા તેવી જ રીતે ફૂટે છે અને સ્પાર્ક પણ તેના જેવા જ થાય છે પરંતુ સાદા ફટાકડાની જેમ વધુ પડતો અવાજ કરતા નથી.
આ લીલા ફટાકડાના ઉપયોગ બાળકોમાટે વધુ હિતાવહ છે. આનાથી દાઝવાનો ભય રહેતો નથી.જો બધા જ લોકો આ લીલા ફટકડાનો ઉપયોગ કરશે તો પ્રદૂષણમાં કેટલો ઘટાડો થઈ શકશે.વાતાવરણમાં કેટલું શુદ્ધતા આવી જાશે. લોકોમાં ફટકડાથી થતા રોગ અટકશે અને લોકોમાં સ્વસ્થ રીતે જીવન જીવી શકશે.
આ દિવાળી મોટા મોટા ફટકડાથી નહીં પણ પરિવાર સાથે આનંદ ઉલ્લાસથી મનાવીએ.