કોઇપણ સંબંધોની શરુઆત એક સ્પર્શથી શરુ થાય છે અને એ સ્પર્શ એટલે બંને પરિવાર જીવનભરમાં સાથ માટે હાથથી હાથ પકડે છે. અથવા હાથથી હાથ મીલાવે છે. તેવા સમયે હાથ પકડવાથી રીત સાથીનાં મનોમંથનને દર્શાવે છે તો આવો જોઇએ કે કઇ રીત શું ઇશારો સૂચવે છે.
– ડાઉન ક્રોસિંગ પાલ્સ :
હાથથી હાથ પકડીને ચાલવા વાળ યુગલો એકબીજાથી દરેક પળ અને દરેક વાતનું શેરીંગ કરે છે તેમજ એકબીજાની કેર પણ કરે છે.
– ઇન્ટર લોક ફિંગર :
એક બીજાનો હાથ પકડી આંગળીઓમાં આંગળી પરોવીને મુઠ્ઠી વાળીને પકડવા વાળું કપલ એટલે તે પોતાનાં સંબંધોમાં સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે બંને વચ્ચે સારુ બોન્ડીંગ અને હંમેશા સાથે રહેવાનો ઇસારો કરે છે.
– ફન ફિંગર હોલ્ડ :
ટચલી આંગળી સાથીની ટચલી આંગળીને લોક કરીને હાથ પકડવા વાળા કપલ એકબીજાની વ્યક્તિગતતા એટલે કે પ્રાયવેશીને માન આપે છે. આ ઉ૫રાંત એકબીજાને પોતાની રીતે જ જીવન જીવવા માટેની સ્પેસ સાથે વિશ્ર્વાસ પણ આપતા હોય છે.
– રી ઇન્ફોર્સમેન્ટ :
કેટલાંક પાર્ટનર પોતાના સાથીનો બનેં હાથથી હાથ પકડીને ચાલતા હોય છે. જેની રીલેશનશીપ પઝશીવ હોવાનો ઇશારો કરે છે. આ બંધન સંબંધોમાં પોતે કેટલાં ગંભીર છે તે પણ દર્શાવે છે.
– પુલિંગ હેન્ડ :
જ્યારે પાર્ટનર પોતાના સાથીનો હાથ ખેંચવાની રીતે હોલ્ડ કરે છે તો તેની વચ્ચે પ્રેમની કમી હોવાનો ઇશારો કરે છે. જે પાર્ટનરને કંટ્રોલ કરવાનો પણ ઇશારો આપે છે. આ પ્રકારનાં હાથ પકડવા વાળા કપલમાં નિકટતા અને એકતા નથી હોતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com