- મોંધવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારમાંથી ગુજરાતને મુકત કરાવવા
- 200 કિ.મી. થી વધુ લાંબી યાત્રા રાજકોટ અને રાજુલાથી નિકળશે
નવરાત્રીના પાવન પર્વમાં માં ના આશીર્વાદ સૌને મળે તે માટે ત્રીજા નોરતે આવતીકાલથી ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર યાત્રાનો આરંભ થશે. રાજકોટ, અમરેલી-રાજુલા બે જુદા જુદા સ્થળેથી યાત્રાનો આરંભ થશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર એ જણાવ્યું હતું કે નવરાત્રીના પાવન પર્વમાં માં ના આશીર્વાદ સૌને મળે તે માટે નવરાત્રીના ત્રીજા નોરતે 28 સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકે ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના ભરડામાંથી ગુજરાતને મુક્તિ મળે અને ગુજરાતીઓને શાંતિ,સમૃદ્ધી મળે તે સંકલ્પ સાથે આયોજીત ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેરની આગેવાનીમાં બે જુદા જુદા સ્થાનેથી નીકળશે. 200 કિલોમીટરથી વધુ લાંબી યાત્રા બે જુદા જુદા સ્થાનેથી નીકળશે.
ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વારની પ્રથમ યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી લલિત કગથરા, શ્રી ઋત્વિક મકવાણાની આગેવાનીમાં રાજકોટના રેસકોર્ષથી ઉમિયામાંતાના પાવનધામ સીદસર સુધી, બીજી યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી અંબરીશ ડેરની આગેવાનીમાં રાજુલાથી શરુ થઇ ખાંભા, ચલાલા, બગસરા, જેતપુર થઇ લાખો ગુજરાતીઓના આસ્થાસ્થાન ઉમિયામાતા સીદસર અને ખોડલધામ ખાતે પોહાચશે. સમગ્ર યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ રેલી સ્વરૂપે જોડાશે. 28 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર યાત્રાની વિગત
પ્રથમ યાત્રા: રાજકોટ રેસકોર્ષ થી સાપર- ગોંડલ- વીરપુર- ખોડલધામ- જેતપુર – જુનાગઢ સીટી- ગાઠીલા- વંથલી- માણાવદર-ઉપલેટા- મોટી પાનેરી- ઉમિયા માંતાના પાવનધામ સીદસર સુધી જેમાં કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી લલિત કગથરા, કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ઋત્વિક મકવાણા ઉ5સ્થિત રહેશે.
બીજી યાત્રા: રાજુલા, ખાંબા, ચાલાલા, બગસરા, જેતપુર, ખોડલધામ પહોચશે. કાર્યક્રારી પ્રમુખ અને ધારાસભ્ય અબંરીશ ડેર ઉ5સ્થિત રહેશે.