surat: સુરતમાં હજી એક ગુન્હોના ઉકેલાયો હોઈ ત્યાં તો બીજો બનાવ સામે આવતો હોઈ છે. જેમાં કયારેક હત્યા તો ક્યારેક બીજું ક. આ વખતે ફરી એક વાર આવો જ કઈક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચોરો રીક્ષામાં બેસેલા પેસેન્જરો સાથે ચોરી કરવામાં આવતી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે રીક્ષામાં પેસેંજરોને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચે ઓટો રીક્ષામા પેસેંજરોને બેસાડી તેમની નજર ચુકવી ચોરીઓ કરતી ઐય્યા ગેંગને ઝડપી પાડી હતી. જેમાં ગેંગના કુલ 4 આરોપીઓ સહીત રોકડા રૂપિયા 1,52,220 ઉપરાંત ઓટો રીક્ષા સહીત કુલ રૂપિયા 3.57.700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ત્યારે બનાવની વાત કરવામાં આવે તો આરોપીઓ સાથે મળી ઓટોરીક્ષા લઈને ચોરી કરવા નીકળતા હતા. જેઓએ વરાછા, કાપોદ્રા, પુણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી કરતા હતા. જેમાં તેઓ વહેલી સવારે ચારેક વાગ્યે એકલ દોકલ સવારી બેસાડી પૈસાની ચોરીઓ કરતા હતા. ત્યારે સમગ્ર મામલે આરોપીઓના વિરુદ્ધમાં સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાઈ ચુક્યા છે. જેથી કાર્યવાહી કરી આ ગેંગને ઝડપવામાં આવી હતી.
ભાવેશ ઉપાધ્યાય