શરીરનાં સૌથી મહત્વના અંગ ‘હ્રદય’ વિશે હવે સૌએ જાગૃત થવાની જરુર છે. બદલાતી જીવન શૈલીને કારણે યુવા વર્ગમાં વધતું હ્રદય રોગ અને હાર્ટ એટેકનું પ્રમાણ સમાજ માટે લાલબત્તી સમાન છે. હ્રદય રોગ બાળથી મોટેરા ગમે તેને થઇ શકે છે. ઘણીવાર નાના બાળકોમાં હ્રદયમાં કાળુ કે જન્મજાત તેની તકલીફો જોવા મળતા પરિવારની ચિંતા વધી જાય છે. બાળકોમાં થતાં હ્રદય રોગ સંદર્ભે દરેક મા-બાપે જાગૃત થવાની જરુર છે, તેના ચિન્હો જો બાળકમાં જોવા મળે તો વાલીઓએ હ્રદયનું જતન કરવાની વિશેષ દરકાર કરવી પડે છે.

બાળકોના હ્રદય રોગના મુખ્ય ચિહ્નો

શ્ર્વાસ લેવામાં તકલીફ થવી, ખોરાક લેવામાં તકલીફ થવી, ઉમર પ્રમાણે બાળકનો ઓછો વિકાસ, પગમાં સોજો આવવો, આંખ અને પેટ ફૂલવું, રમતા સમયે શ્ર્વાસ ચડવો, થાક લાગવો અને ચકકર આવવા, ભુખ ઓછી લાગવી

બાળકોમાં હ્રદય રોગના મુખ્ય કારણો

વધુ પડતું વજન, ચરબીનું જમા થવું, વધુ પડતું કોલેસ્ટ્રોલ, હાઇ બી.પી. (હાય પર ટેન્શન), ડાયાબીટીસ, સિગરેટ- તમાકુ – દારૂનું સેવન, જંક ફૂડ (અસંતુલિત આહાર)

હ્રદય રોગથી કેવી રીતે બચશો

સંતુલિત અને પૌષ્ટિક આહારનું સેવન કરવું. (પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ તેમજ ચરબી ઓછી હોય તેવો ખોરાક આપવો), જંક ફૂડનો ત્યાગ (મેગી, પિત્ઝા, ચીઝ, સેન્ડવીચ તેમજ બહારના ખોરાકનું પ્રમાણ ઘટાડવું), પુરતો આરામ, યોગ, કસરત અને બહારની રમત (આઉટ ડોર ગેમ) માં વ્યસ્ત રહેવું, કોઇપણ પ્રકારના વ્યસનથી દુર રહેવું, બ્લડ પ્રેસર કંટ્રોલમાં રાખવું (તણાવ મુકત જીવનશૈલી અપનાવવી), જરૂરી દવાઓ લેવી,

હ્રદય રોગની કેવી રીતે તપાસ કરશો

સગર્ભાવસ્થા દરમ્યાન જ ખોડખાપણનો રીપોર્ટ, કાર્ડિયોગ્રામ, હ્રદયની ખોડખાપણ અને વાલ્વની ખામી

હ્રદય રોગનું નિદાન અને સારવાર

ઉપરોકત કોઇપણ લક્ષણો દેખાય તો આપના નજીકના બાળકોના ડોકટર તથા હ્રદય ડોકટરની સલાહ મુજબ તપાસ તેમજ સારવાર ચાલુ કરવી.

આવો આપણે સૌ સાથે મળી આપણા ફૂલ જેવા કુમળા બાળકોનું હ્રદય સાચવીએ…!!

ડો. હિરેન વિસાણી – બાળરોગ નિષ્ણાંત

પૂર્વ નાયબ આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગરપાલિકા મો.નં. 94267 85258

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.