પ્રતિક્રમણ એટલે પરિભ્રમણને પૂર્ણ વિરામ…

જૈન દશેનમાં પશ્ચયાતાપ – પસ્તાવાને અતિ મહત્વ આપેલું છે.મિથ્યાત્વ અને અજ્ઞાન દશાને કારણે પાપ થઈ જાય તો પાપીને નહીં પરંતુ તેના પાપને ધિકારવામા આવે છે. જૈન દશેનમાં અનેકાધિક દ્રષ્ટાંતો આવે છે છે કે જેઓએ પોતાના જીવનમાં ભયંકર પાપો કર્યા હતા,પરંતુ પાપથી પાછા હટી તેનું પ્રતિક્રમણ કરી પરમાત્મા પણ બની ગયાં છે. હિંદુ ધમેમાં પણ વાલીયા લૂટારામાંથી વાલ્મીકી ઋષી બની ગયાનો દાખલો આવે છે.

જૈન ધર્મ દેહ શુધ્ધિ નહીં પરંતુ આત્મ શુધ્ધિમા માને છે. પ્રતિક્રમણ કરતાં સમયે જગતના સવે જીવોને હ્રદયપૂવેક ખમાવવાના…ક્ષમા માંગવાની અને ક્ષમા આપવાની.આત્માની મિથ્યા માન્યતા, વૃતિ – પ્રવૃતિમા સુધારો ન થાય ત્યાં સુધી પરીભ્રમણ અટકતુ નથી.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પ્રતિક્રમણનો મહિમા બતાવતા ચિંતકો લખે છે કે ત્રાજવાના એક છાબડામાં જગતના દરેક ધમે ગ્રંથ મૂકી દયો અને બીજામા માત્ર પ્રતિક્રમણ સૂત્ર રાખશો તો પ્રતિક્રમણ સૂત્ર રાખેલુ પલ્લુ નમી જશે કારણકે પ્રતિક્રમણમાં જીવાત્મા પોતાના પાપનો એકરાર કરી,વેર – ઝેર ભૂલી ક્ષમા માંગતો અને આપતો હોય છે. તેનું હ્રદય રડતુ હોય છે કે હે પ્રભુ ! મને માફ કરો. જૈન દશેન કહે છે પ્રમાદની પારીમાં પોઢેલા પેલા શૈલક રાજર્ષી પણ પ્રતિક્રમણના નિમિત્તથી જાગૃત થઈ અપ્રમત્ત દશાને પ્રાપ્ત કરે છે.

પ્રતિક્રમણ પણ પરમાત્મામય બની કરવામાં આવે તો જીવનું પરીભ્રમણ અટક્યા વગર રહે નહીં.

અન્ય એક ભાવવાહી સ્તવનની પંક્તિઓને મમળાવીએ..

પાપ કર્મોથી પાછા ફરે,

તેને પ્રતિક્રમણ કહેવાય,

સાંજ – સવારે નિત્ય કરવું,

આવશ્યક સુખદાય…

રોજ – રોજે પ્રતિક્રમણથી,

સંસ્કારો પડી જાય,

આવતાં ભવમાં સંસ્કારો,

એ પાછા પ્રગટ થઈ જાય…

પાપ કર્મોથી પાછા ફરવું,

પ્રતિક્રમણ કહેવાય…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.