- પડધરીના સરપદળ અને મોવૈયામાં કાર્યકરો સાથે બેઠક કરતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા
- 110થી વધુ કોંગ્રેસી તથા બહોળી સંખ્યામાં આપના આગેવાનો કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો
લોકસભા રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા એ પડધરી તાલુકાની મુલાકાત કરી. લોકસભાની ચૂંટણી નો શંખનાદ થઈ ચૂકયો છે ત્યારે ભાજપના રાજકોટ સીટ ના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા પડધરી તાલુકાના કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી. પડધરી તાલુકામાં સરપદળ અને પડધરી ના મોવૈયા ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે બેઠક તથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત અને ભારતમાં ભાજપનું પ્રભુત્વ વધતા અન્ય પાર્ટીના કાર્યકરો આગેવાનો તેમજ હોદ્દેદારો કેસરિયો ધારણ કરી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય ગિરિરાજસિંહ જાડેજા તથા રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કેતનભાઇ રાઠોડ, પડધરી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ રાઠોડ, પડધરી ટંકારા વિધાનસભા સીટના કોંગ્રેસના પ્રભારી ભગીરથસિંહ જાડેજા રાદડ , ગઢડા ગ્રામ પંચાયત સરપંચ રાણાભાઇ સાટકા, તથા તેમના હોદ્દેદારો કાર્યકરો અને આગેવાનો અંદાજે 110 કરતા વધુ કોંગ્રેસી કાર્યકરો એ કેસરિયો ધારણ કરી ભાજપમાં ભળ્યા હતા.
આમ આદમી પાર્ટીના પૂર્વ તાલુકા પ્રમુખ અને વિધાનસભા સીટના પ્રભારી મહિપાલસિંહ જાડેજા હડમતીયા એ પણ આગેવાનો અને કાર્યકરો સાથે કેસરિયો ધારણ કર્યો હતો. ભારત માતાકી જયના નાદ સાથે પરસોત્તમભાઈ રૂપાલા, મોહનભાઈ કુંડારિયા, દુર્લભજીભાઈ દેથરીયા, અલ્પેશભાઈ ઢોલરીયા તથા ભાજપ પરિવાર આજરોજ જોડાયેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને વધાવ્યા હતા. પરસોતમભાઈ રૂપાલા એ ઘોષણા કરી હતી કે બધા લોકો એક મળી વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરી ભારત રાષ્ટ્રને વિશ્વનું પ્રથમ અર્થતંત્ર બનાવવામાં ભાગીદાર થવા આહવાન કર્યું હતું. પડધરી તાલુકાના તમામ આગેવાનોને અપીલ કરી હતી કે આજ સુધી લીડ નથી મળી એટલી લીડ થી આ ચૂંટણી જીતાવવા માટે અપીલ કરી હતી.
સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ તેમના જીવનકાળ દરમિયાનની યાદો વાગોડી હતી અને જુના ભાજપના કાર્યકરોને યાદ કરી તેમની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો અને આજ સુધી જેવો પ્રતિસાદ મળ્યો છે તેનાથી પણ બમણો પ્રતિસાદ બધા લોકો તરફ થી મળતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી. રાજકોટ સીટ પર પરસોત્તમભાઈ રૂપાલાને ઉમેદવારી મળવા બદલ મોહનભાઈ કુંડારીયાએ વધુમાં વધુ લીડ થી જીતાવવા માટે ઘોષણા કરી હતી.
આ કાર્યક્રમમાં લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ગુજરાત સરકાર પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, રાજકોટ જિલ્લા મહામંત્રી હરેશભાઈ હેરભા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નવીનપરી ગૌસ્વામી, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, ગુજરાત ભાજપ અગ્રણી ગણેશસિંહ જાડેજા ગોંડલ, ટંકારા પડધરી મતવિસ્તારના પ્રભારી જસ્મીનભાઈ પીપરીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે સખીયા, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધીરુભાઈ તળપદા, પડધરી તાલુકા પંચાયત પ્રમુખ રોહિતભાઈ ચાવડા તથા પડધરી તાલુકા પંચાયત સદસ્યઓ, ધ્રોલ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ જાડેજા વાગુદળ, પરસોતમભાઈ સાવલિયા, અનિરૂદ્ધસિંહ જાડેજા હડમતીયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર હઠીસિંહ જાડેજા, પડધરી ગ્રામ પંચાયત સરપંચ ડો.વિજયભાઈ પરમાર, પડધરી તાલુકા ભાજપ મહામંત્રી નિલેશભાઈ ડોડીયા અને છગનભાઈ વાસજાળીયા તથા પડધરી તાલુકા ભાજપ ટીમ, પડધરી શહેર ભાજપના પ્રમુખ એડવોકેટ દિવ્યેશ કોટક તથા પડધરી શહેર ભાજપ ટીમ તેમજ તમામ હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચો જિલ્લા અને તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.