‘અબતક’ચેનલ પર શરૂ થનાર કાર્યક્રમ સુરનાદની વિશેષ વિગતો અપાશે
‘સુરનાદ’માં ભાગ લેવા માટે મો.નં. ૬૩૫૫૧ ૧૭૯૨૧ પર સવારે ૮ થી સાંજે ૭ સુધી કોલ કરી વધુ વિગતો મેળવી શકશો
ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં આપે ભજન, ગઝલ, સુગમ સહિતની રજુઆતોને માણી છે. ત્યારે આજે ચાલને જીવી લઇએમાં મયુર બુઘ્ધદેવ અને દેવ ભટ્ટ ભોળીયાનાથ, કૃષ્ણ પરમાત્મા તથા આપણી સંસ્કૃતિની ઝાંખી સમા લોકગીતો રજુ કરશે. ખાસ તો અબતક ચેનલ પર ટુંક સમયમાં ‘સુરનાદ’ એટલે કે સુરોનો મહાસંગ્રામ શરુ થવા જઇ રહ્યો છે. જે અંગે પણ વિશેષ માહિતીઓ કલાકારો દ્વારા આપવામાં આવી હતી. સુરદાનમાં જે ગાયકોને પ્લેટ ફોર્મ નથી મળ્યો તેવા ગાયકો માટે અબતક દ્વારા તક આપવામાં આવી છે. પરંતુ શર્ત માત્ર એટલી જ છે કે ગીતો માત્ર ગુજરાતી હોવા જોઇએ ત્યારે આજે રાત્રે ૮ કલાકે ચાલને જીવી લઇએમાં સુરનાદના નિર્ણાયક મયુર બુઘ્ધદેવ અને દેવ ભટ્ટ પોતાની આગવી શૈલીમાં રજુઆત કરશે.
આજે મયુર બુઘ્ધદેવ અને દેવ ભટ્ટની મોજ
- ગાયક: મયુર બુઘ્ધદેવ – દેવ ભટ્ટ
- એન્કર: પ્રિત ગોસ્વામી
- કિબોર્ડ: પ્રશાંત સરપદડીયા
- ઓકટોપેડ: કેયુર બુઘ્ધદેવ
- તબલા: સુભાષ ગોરી
- કેમેરામેન: ગોપાલ ચૌહાણ, દિપેશ ગરોધરા
- સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા
આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો
(૧) ગણેશ વંદના
(ર) દુહા છંદ
(૩) મેરા ભોલા રે ભંડારી…
(૪) કઇ દો, કઇ દો, કૈકઇ મૈયા, કયા છે મારા રામજી ભૈયા….
(પ) હું કાંઇ ગાંડો નથી રે…
(૬) તારા સ્વરૂપ ન્યારા ન્યારા….
(૭) રાધા હુ પુકારૂ….
(૮) નઇ રે જડેલી કદી નહિ રે જાડેલી…..
(૯) ઝાલાવાડી ઢોલ તારૂ ઝાંઝર વાગે
(૧૦) મને સિદને રોકો છો તમે માવા….
(૧૧) તે મારો કાન ભરમાવ્યો….
(૧ર) મારી શેરીએથી કાન કુવર આવતા રે લોલ….
(૧૩) રમતા જોગી આયા નગરમા….
(૧૪) કાનુડો શું જાણે મારી પ્રીત….
(૧પ) ઠાકર કરે એ ઠીક….
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦