અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે. આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.
ચાલને જીવી લઇએમાં આજે રજુ થનાર જામનગર જિલ્લાના મુળ મતવા ગામના હાલ જામનગરને પોતાની કર્મભૂમિ બનાવનાર મેહુલ બારોટ કે જેને લોક સંગીતની કલા વારસામાં મળી છે. જો કે બારોટ-ચારણને તો કલા લોહીમાં જ વણાયેલી હોય છે તેમ મેહુલભાઇના પરિવારમાં તેના મોટાબાપુ મનહરભાઇ બારોટ, દિલીપભાઇ બારોટ, પિતા દલસુખભાઇ બારોટ અને કાકા સ્વ. હરેશ બારોટ આ બધા લોકો સાહિત્ય, લોકસંગીત, દુહા-છંદ ના માત્ર કલાકાર જ નહી પરંતુ કવિ પણ છે. અને હતા, વહીવંચા બારોટ હોય વિશાળ ગરાસ ધરાવતા મેહુલ બારોટ પણ રાગધારી ભજનોના અચ્છા ગાય છે.
રાજય સરકાર દ્વારા યોજાતા યુથ ફેસ્ટીવલમાં લોકગીતો ભજનની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર બારોટજીએ સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત અનય રાજયોમાં પણ લોકડાયરા, સંતવાણીના કાર્યક્રમો દ્વારા ખુબ જ લોકચાહના મેળવી છે.
લોક સંગીત ક્ષેત્રે અગ્રસ્થાન ધરાવતા કલાકારો જેવા કે કિર્તીદાન ગઢવી, લક્ષ્મણ બારોટ, અલ્પાબેન પટેલ, ગીતાબેન રબારી, અશોકભાઇ પંડયા વગેરે કલાકારો સાથે વિશાળ જન સમુદાય વચ્ચે પોતાની કલા પીરસી શ્રોતાજનોને મંત્ર મુગ્ધ કર્યા છે. સૌરાષ્ટ્રનું ગૌરવ એવા મેહુલ બારોટના કંઠે ગવાયેલા રાગધારી ભજનો, લોકગીતો તથા દુહા, છંદની રમઝટ આજે આપણે માણવાની છે.. તો ચૂકાય નહી ‘ચાલને જીવી લઇએ’
કલાકારો
- કલાકાર: મેહુલ બારોટ
- ડીરેકટર એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: મહેશ ત્રિવેદી
- પેડ: કેયુર બુઘ્ધદેવ
- કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા
- સાઉન્ડ: વાયબ્રેશન સાઉન્ડ અનંત ચૌહાણ
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
- * કૈલાસ કે નિવાસી….
- * ધુણી રે ધખાવી…..
- * માવા મોલે આવજો….
- * પહેલા પહેલા જુગમાં…..
- * ગર્વ કીયો સોઇ નર…..
- * સૈયર મોરી રે…..
- *સાયબોરે ગોવાળિયો…..
- * રૂખડ બાવા તું…..
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦