‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને મંત્ર મૂગ્ધ કરેલ છે. આપણા લોક સંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબજ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પણ પોતાની કલા લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમમાં આજે પ્રસિધ્ધ કલાકાર બીરજુ બારોટની કલાને માણશું કે જેઓ છેલ્લા ૭ વર્ષથી ડાયરા અને સંતવાણીના કાર્યક્રમોમાં ધુમ મચાવે છે. દાદા ભીખાભાઈ બારોટ પાસેથી નાનપણથી જ લોક સંગીતનોChal Ne Jivi Laiye વારસો મળ્યો છે. તે બીરજુભાઈએ નારાયણ સ્વામિ, કાનદાસબાપુ, લક્ષ્મણબાપુ, કિર્તીદાન ગઢવી જેવા કલાકારોને સાંભળીને પોતાની કલા વિકસાવી આજ લોક સંગીતના ટોપ ટેન કલાકારોમાં જેની ગણના થાય તેવા બીરજુ બારોટે શાસ્ત્રીય સંગીતની તાલિમ શકિત પ્રસાદજી પાસેથી લીધી છે.
વૃજમને કોણ લઈ જાય, માધવ કયાં ખોવાણા મધુવનમાં, રાધા હું પુકારૂ પુરી દ્વારકામાં જેવી બીરજુભાઈના કંઠે ગવાયેલી કૃતિઓ આજ લોકોના હૈયે અને હોઠે રમી રહી છે. દરેક ગુજરાતી ચેનલો તેના કાર્યક્રમો લોકો મન ભરી માણે છે. આજે ‘અબતક ચેનલ’ના માધ્યમ દ્વારા ‘ચાલને જીવી લઈએ’ શ્રેણીમાં બીરજુભાઈ બારોટના કંઠે ગવાયેલા ભજનોની મોજ માણશું તો ભૂલાય નહીં ‘ચાલને જીવીલઈએ’.
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને
- ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
કલાકારો
- કલાકાર: બીરજુ બારોટ
- ડીરેકટર-એન્કર: પ્રિત ગોસ્વામિ
- તબલા: મહેશ ત્રિવેદી
- પેડ: કેયુર બુધ્ધદેવ
- કીબોર્ડ: પ્રશાંત સરપદડિયા
- સાઉન્ડ: વાયબ્રેશન સાઉન્ડ અનંત ચૌહાણ
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
- * ભજીલેને નારાયણનુું…
- * અજબ આ જગત છે ઉંડા એના પાયા…
- * મોરલી વેરણ થઈ રે કાનુડાની મોરલી…
- * માળી ઉગમણા ઓરડાવાળી…
- * સંયર મોરી રે, ચાંદાની પછવાડે…