જૂના વૃક્ષોને કપાતા અટકાવવા તેમજ વરસાદી પાણી ધરતીમાં ઉતારવા વધુ એક પ્રયાસ
નવરંગ નેચર કલબ અને વિશ્ર્વનીડમ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિન એટલે કે 4-6ના રોજ બપોરે 4 વાગ્યેથી 5-6-22 સાંજના 4 વાગ્યા સુધી વિશ્ર્વનીડમ ગુરૂકુળમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરમાં વધુમાં વધુ લોકો વૃક્ષો વાવતા અને જતન કરતા થાય તેમજ વરસાદી પાણી ધરતીમાં ઉતારીએ તેમજ પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડીએ અને સાયકલનો વપરાશ વધારીએ તેમજ જૂના વૃક્ષોને કપાતા અટકાવશું તેમજ સજીવ ખેતીનો પ્રચાર પ્રસાર કરીએ તેમજ અબોલ જીવોની વિશેષ કાળજી લઈએ તેવા અનેક રસપ્રદ વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું અને તેના પર શકય તેટલુ અમલ કરીશું.
આ શિબિરમાં ભાઈઓ-બહેનો બધાજ આ શિબિરમાં ભાગ લઈ શકશે આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા ભાઈઓ બહેનોએ વી.ડી. બાલા પ્રમુખ નવરંગ નેચરકલબ 94275 63898 તેમજ જીતુભાઈ વિશ્ર્વનીડમ 9427728915 પર સંપર્ક કરવો. અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા વી.ડી.બાલાએ જણાવ્યું હતુ કે માનવ સિવાયના જીવો સંપૂર્ણ રીતે કુદરતી જીવે છે.
તેના તરફથી પૃથ્વી પર બધા જ જીવો ને બહુ નડતર રૂપ પ્રવૃત્તિ થતી નથી. માનવ પૃથ્વી પર સૌથી શકિત શાળી જીવ છે. તેથી જ આપણે બધા જ જીવોને સારી રીતે જીવવાની સગવડ ઉભી કરીએ. એવા હેતુથી વિશ્ર્વ પર્યાવરણ દિવસે આપણે ભેગા થઈ ચિંતન મંથન અને અમલવારી માટે મથીએ.
વિશ્ર્વનીડમ ગુરૂકુલમ ખાતે 5-6ના રાત્રે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુંં છે. જેમાં ઉમેશભાઈ રાવ તેમજ કિશોરભાઈ ડોડીયા, કૌશિકભાઈ શાહ તેમજ પ્રફુલ રાવ સહિતના ઉપસ્થિત રહેશે. અબતકની શુભેચ્છા મુલાકાતે વી.ડી.બાલા, જીતુભાઈ વિશ્ર્વનીડમ, નવનીતભાઈ અગ્રાવત તેમજ ઉર્વેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.