‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીકોનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા કલારસીક ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે.
આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખૂબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોંચાડવાનું એક પ્લેટફોર્મ મળે તે માટે ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમનાં આજના કલાકાર છે ‘મોન્ટુ મારાજ’ કે જેઓ છેલ્લા ૧૫ વર્ષથી સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલ છે.
બાળપણથી જ ભાગવત યાત્રાનો પિતા દ્વારા મળેલ વારસો અને સંગીતનું જ્ઞાને મોન્ટુ મારાજની કલા યાત્રામાં બળ પૂરું પાડ્યું છે.
૨૦૧૮માં નવરાત્રી મહોત્સવની ધમાકેદાર ઉજવણીમાં આફ્રિકાના ‘કમ્પાલા’ શહેરમાં મોન્ટુ મારાજે સતત નવ દિવસ રાસ-ગરબા રજૂ કરી લોકોને લોક સંગીતના દરિયામાં ડુબકી દેવા મજબૂર કર્યા હતા તો આવો આજે આપણે માણશું મોન્ટુ મારાજના ભજનોની રમઝટ.. જોવાનું ચુકશો નહીં…
કલાકારો
- કલાકાર: મોન્ટુ મારાજ
- એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: મહેશ ત્રિવેદી
- પેડ: કેયુર બુધ્ધદેવ
- કીબોર્ડ: પ્રશાંત સરપદડિયા
આજે પ્રસ્તુત થનારા સુમધુર ગીતો
- * ગાયુ ના ગોવાળ…
- * હું કાંઈ ગાંડો નથી રે…
- * એવો રસીયો રૂપાળો રંગ…
- * તાલી પાડો તો મારા રામની રે…
- * માં ચૌદભૂવનમાં રહેતી…
- * ધન છે કચ્છની ધરણી…
- * રૂડે ગરબે રમે…
- * આઈ આશાપુરા…
- * માડી તારા અઘોર નગારા…
- * દુહા… છંદ…
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦