ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં આજના કલાકાર છે સાગરભાઈ ત્રિવેદી ‘ભુદેવ’ કે જેઓ પડધરીના સરપદળના વતની ‘ભુદેવ’ને બાળપણથી જ તેના પિતાના માર્ગદર્શન હેઠળ સંગીતની તાલિમ લીધી છે.

પ્રાચિન ભજનો, લોકગીતો અને દુહા-છંદ પ્રસ્તુત કરવામાં જેની સારી પકકડ છે તેવા કલાકાર સાગરભાઈ હાલમાં પણ શહેરની અર્જુનલાલ હિરાણીક લેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને શાસ્ત્રીય સંગીતની તાલિમ લઈ રહ્યા છે.

ડાયરો, સંતવાણી વગેરે લોકસંગીતના કાર્યક્રમોમાં તેઓ પોતાની રજૂઆત દ્વારા શ્રોતાઓને ભાવવીભોર કરે છે.

યુ ટયુબમાં પણ ‘રાધાને સંગ રાસડે રમે’, વગેરે જેવા ગીતો ધુમ મચાવે છે ઉપરાંત મોગલનો તરવેડો આલબમમાં ‘ભુદેવે’ પોતાનો કંઠ આપી ખૂબજ લોક ચાહના મેળવી છે.

સંગીતના સાધક અને ભજનીક સાગરભાઈ રાવલના ભજનોની મોજ આપણે માણસું તો જોવાનું ચૂકશો નહી… ‘ચાલને જીવી લઈએ’

કલાકારો

  • કલાકાર: સાગરભાઈ રાવલ ‘ભુદેવ’
  • ડીરેકયર એન્કર: પ્રિત ગોસ્વામિ
  • તબલા: મહેશ ત્રિવેદી
  • પેડ: કેયુર બુધ્ધદેવ
  • કી બોર્ડ: પ્રસાંત સરપદડિયા

આજે પ્રસ્તુત થનારા સુમધુર રચનાઓ

  • સદ્ગુરૂ રામને રીજાવું…
  • ભજન વીના મારી ભુખ…
  • હજારો હાથીડા…
  • ઘડીક વાર રોકાઈ જાવ…
  • ચારો રે ધણી…
  • ઉગમણા ઓરડા વાળી…
  • સોનલમાં મઢવાળી…
  • હવે લીલા લહેર છે ભગવતી…
  • છંદ…

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.