‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક શ્રોતાઓની અતિપ્રિય શ્રેણી નચાલને જીવી લઈએથમાં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વચતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખૂબજ સારા પરંતુ અપ્રચલીત કલાકારો પોતાની કલાને લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા નઅબતકથ ચેનલનો પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઈએ’માં આજે પ્રસ્તુત થનાર કલાકાર મયૂર દવે છેલ્લા ૧૦ વર્ષથી લોકસંગીત ક્ષેત્રે કાર્યરત છે. જેતપૂર તાલુકાના ગુંદાળાના મુળ વતનીએ જૂનાગઢને કર્મભૂમિ બનાવી છે. દાદા અને પપ્પા પાસેથી સંગીતની તાલીમ મળી છે. જેથી સંગીતનો વારસો પરિવારમાંથી જ મળ્યો છે. દાદા અને પપ્પા પણ સારા ભજનીક હોય મયુરભાઈને સંગીતની સાધના ફળી છે. તેઓએ લંડન-આફ્રિકામાં યોજાતા કાર્યક્રમોમાં પોતાની કલા રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી ખૂબજ લોક ચાહના મેળવી છે. તેઓનું ‘શિવાશંકર’ નામનું પ્રથમ આલબમ ખૂબજ પ્રસિધ્ધ થયું આવા સંતવાણીના આરાધક મયુર દવેને માણવાનું ચૂકાય નહી તો સાંજે ‘ચાલને જીવી લઈએ’.
કલાકારો
- કલાકાર: મયુર દવે
- ડીરેકટર એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: મહેશ ત્રિવેદી
- પેડ: કેયુર બુધ્ધદેવ
- કીબોર્ડ: પ્રશાંત સરપદડિયા
- સાઉન્ડ: બાયબ્રન્ટ સાઉન્ડ અનંત ચૌહાણ
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
આજે પ્રસ્તુત થનારસુમધુર કૃતિઓ
- * ભજનો
- * લોકગીતો
- * દુહા-છંદ અને લોકસાહિત્યની મોજ