‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને મંત્ર મૂગ્ધ કરેલ છે. આપણા લોક સંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબજ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પણ પોતાની કલા લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.
ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં આજે પ્રસ્તુત થનાર કલાનગરી ભાવનગરના જાણીતા લોકગાયક સુરેશભાઇ વાળા કે જેવો આકાશવાણી, દુરદર્શનના ‘બી હાઇ’ ગ્રેડના માન્યતા પ્રાપ્ત કલાકાર છે. અને છેલ્લા ઘણા વર્ષોથી લોકસંગીત તેમજ ડાયરાના કાર્યક્રમોમાં સક્રિય છે.
અનેક સંસ્થાઓ દ્વારા સન્માનીત થયેલા સુરેશભાઇ વાળાએ પાર્શ્ર્વ ગાયક કરશન સાગઠિયા રામદાસ ગોંડલીયા જેવા અનેક પ્રસિઘ્ધ કલાકારો સાથે કાર્યક્રમો આપ્યા છે. તેઓએ ગુજરાત સરકારની હેતુલક્ષી અને કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર તેમજ મેડાવડાએમાં કાર્યક્રમો રજુ કરી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતેનકુમારના હસ્તે સુરેશભાઇને સમાજ રત્ન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આવા ગરવા ગળાના ગાયકને માણવાનું ચૂકાય નહી ‘ચાલને જીવી લઇએ’
કલાકારો
કલાકાર: સુરેશભાઇ વાળા
ડીરેકટર-એન્કર: પ્રિત ગોસ્વામી
તબલા: મહેશ ત્રિવેદી
પેડ: કેયુર બુઘ્ધદેવ
કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા
સાઉન્ડ: વાયબ્રેશન સાઉન્ડ અનંત ચૌહાણ
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
* સાધુ તેરો સંગડો…
* વાગે ભડાકા ભારી..
* પેલા પેલા જુગરમાં રાણી..
* ગુ તારો પાર ન પાયો…..
* મમતા મરે નહીં એનું…
* મોરલી વેરણ થઇ રે….
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને
ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
ઈન કેબલ ચેનલ નં.૫૬૧ ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦ સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦