અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે.આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઈએ’ આજના આ કાર્યક્રમમાં સોનલઆઈ અને માં મોગલની આરાધના કરવામાં આવી છે ભાવનગર જિલ્લાનાં નાની માડવાલીના વતની વિશાલદાન ગઢવીના કંઠે ગવાયેલી માની સ્તુતી સહિતની અનેકકૃતિઓ રજૂ થશે.
ગુરૂ શકિતદાન ચારણ પાસેથી ૪ વર્ષની તાલીમ મેળવી લોકસંગીત ક્ષેત્રે આજે આગવું નામ અંકિત કર્યું છે. તેવા વિશાલદાન ગઢવીએ ૨૦૧૬માં ગઢવી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ નચારણગાથામાં રાજયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચારણ સમાજનું ગૌરવ વધાર્યું હતુ. લોકસંગીત ક્ષેત્રે આગવું નામ ધરાવતા વિશાલદાન ગઢવીએ લોકડાયરાના અનેક કાર્યક્રમોમાં પોતાની કલા રજૂ કરી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા છે. તેઓનું ડાડો સૂરજ ઉગે ને સોનબાઈ સાંભરે એ ગીતે યુ ટયુબમાં ધુમ મચાવી છે. તો આવો આવા મોજીલા ચારણદેવને સાંભળવા આપણે સજજ થઈએ ભૂલાય નહી ‘ચાલને જીવી લઈએ.
કલાકારો
- કલાકાર: વિશાલદાન ગઢવી
- ડીરેકટર એન્કર: પ્રિત ગોસ્વામિ
- તબલા: મહેશ ત્રિવેદી
- પેડ: કેયુર બુધ્ધદેવ
- કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા
- સાઉન્ડ: વાયબ્રેશન સાઉન્ડ અનંત ચૌહાણ
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
- શુ માગુ સોનબાઈ…
- શીખ આપે સોનલ આઈ…
- દાદો સુરજ ઉગે…
- સોનલ માકે મઢડે મે…
- મોગલનો તરવેડો…
- માથે જેને મેર મોગલ…
- મુખે સોનલનું નામ…
- સોનલની સાઈન હશે…