સંતવાણી, લોકગીત, લગ્નગીત, ક્ધયાવિદાય સહિતના ગીતોનો રસથાળ પીરસાશે

ચાલને જીવી લઇએ માં આજે અનેરી રજૂઆત. હાલનાં સમયમાં યુવા પેઢી આપણી સંસ્કૃતીને ઊજાગર કરતા ગીતોને ભૂલી કયાંક જુદા જ દોરમાં જીવી રહ્યા છે. ત્યારે આજના કાર્યક્રમમાં બે તરવરીયા યુવાન ભરતદાન ગઢવી અને વિશાલ વરૂ દ્વારા સંસ્કૃતી સભર ગીતો રજૂ કરાશે. સાથોસાથ હાલમાં જૂના લગ્નગીતો પણ વિસરાય રહ્યા છે. ત્યારે આજે ભાતીગળ લગ્ન ગીતો પણ રજૂ થનાર છે. આજે આપણા શો ચાલને જીવી લઇએ માં ગુજરાતી ફૂલ થાળી જેવી જમાવટ છે. જેમાં સંતવાણી, ગઝલ, લગ્ન ગીત, ક્ધયા વિદાય ગીતો, લોકગીત પીરસાસે. આ ઉપરાંત આજે આપણા શો માં દરેક પ્રકારનાં રસો છલકાશે. આપના સાથ સહકારથી અમો આપ સમક્ષ નવા નવા કલાકારો લાવી આપને મનોરંજન પુરૂ પાડવાનાં પ્રયાશો કરી રહ્યા છેએ. જેમાં અમારી ટીમનો સાથ સહકાર હોવાથી આજે ચાલને જીવી લઇએ લોકપ્રિય બન્યુ છે.

આજે ભરતદાન ગઢવી અને વિશાલ વરૂની જમાવટ

  • ગાયક: વિશાલ વરૂ, ભરતદાન ગઢવી
  • એન્કર: પ્રિત ગોસ્વામી
  • તબલા: બેરડીયા લાલા ઉસ્તાદ
  • બેન્જો: રાહુલ ટીમાણીયા
  • ઓકટોપેડ: જનક દવે
  • સંકલન: મયુર બુધ્ધદેવ
  • કેમેરામેન: જુનેદ જાફાઇ, ગોપાલ ચૌહાણ
  • સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા

2 7 1

આજે પ્રસ્તુત થનારા સુમધુર ગીતો

  • શિવને ભજો જીવ દિન રાત…
  • મહાદેવની આરતી…
  • ટેકીલો ટેક ન મુકે રે, રાણો તલવાર ન જુ કે રે…
  • ચાહે ન ચાહે મુજને…
  • શુ પુછો છો મુજને, હુ શુ કરૂ છુ…
  • કાનુળો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી…
  • બધુ જાણવા છતા મેલાતી નથી માયા..
  • કોયલ બેઠી આંબલીયાની ડાળ..
  • મારાતે વીરને પોપટ મીઠી બોલી…
  • કાળાજા કેરો કટકો મારો…
  • ખુશી દે જે જમાનાને..
  • કહુ છુ પ્રેમીઓ ભોળા..
  • હુ મુકતી નો ચાહક છુ..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.