આજના કાર્યક્રમમાં મીરાબાઇના ભજનો સહિતની સંતવાણી રજુ થશે
ચાલને જીવી લઇએમાં આજે આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવનાર હરતું ફરતું પુસ્તક એવા વિષ્ણુપ્રસાદ દવે આજે જમાવટ કરશે. આકાશવાણીથી લઇને ડાયરાના સ્ટેજ જેવો અનુભવ કરાવે છે. તેણે આજે પોતાની આગવી શૈલીમાં રજુઆત કરશે. ખાસ તો તેવોના સંસ્કાર સીંચન બદલ તેમના પુત્ર સાઇરામ દવે પણ આજે લોકોને સાહિત્ય પીરસી રહ્યા છે. આ ઉપરાંત અબતકના ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં વિષ્ણુપ્રસાદ દવે સંતવાણી, ભજન સહિતની રજુઆત કરશે. ઉપરાંત આજે એવા ભજનો રજુ કરવાના છે. જે હશે માત્ર પ થી ૯ લાઇનના પરંતુ તેના મર્મ ઘણા ઉંડા હશે. જે જીવનમાં હંમેશ કંઇક શીખવી જશે.
સંતવાણી જેમના મુખેથી સાંભળવી અને જીવનમાં ઉતારવી ગમે તેવા નારાયણ સ્વામી અને લક્ષમણ બારોટ થઇ ગયા. ત્યારે વિષ્ણુપ્રસાદ દવે પણ આજે તેમની આગવી શૈલીમાં મીરાબાઇના ભજનો સહિતના સહિતની રજુઆત કરશે ત્યારે આજે રાત્રે આઠ કલાકે નિહાળવાનું ચુકશો નહી માત્ર અબતક ચેનલ પર.
વિષ્ણુ પ્રસાદ દવેની મોજ
- ગાયક:- વિષ્ણુપ્રસાદ દવે
- એન્કર:- પ્રિત ગોસ્વામી
- બેન્જો:- અવિનાશ જેઠવા
- તબલા:- મહેશ ત્રિવેદી
- મંજીરા:- સુરેશ ધધાણીયા
- કેમેરામેન:- દિપેશ ગરોધરા, નીશીત ગઢીયા, જુનેદ જાફાઇ
- સાઉન્ડ:- ઉમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા
આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો
- દુહા છંદ
- ભાગ્યે રે મળ્યો રે અમને સાધુ પુરૂષનો
- મને રંગલાગ્યો એનું કરવું શું…..
- ગુરૂકા જ્ઞાન પા લે…
- રોતે રોતે હસના શીખો….
- બધુ જાણવા છતાં, મેલાતી નથી માયા…
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦