ચાર દિનો કા પ્યાર ઓ રબ્બા બડી લંબી જુદાઇ…
મૂળ સંતવાણીના ગાયક હિન્દી ગીતો અને લોકગીતો પણ રજુ કરશે
ચાલને જીવી લઇએમાં આજે પ્રખ્યાત અને પહાડી અવાજ ધરાવતા વિજયાબેન વાઘેલા કે જેવો બાળપણથી જ ગાયકી સાથે જોડાયેલા છે. ઉપરાંત હાલ ગાયન ક્ષેત્રે બહોળુ પ્રદાન પણ તેઓએ આપેલ છે. ત્યારે આજે ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં વિજયાબેન વાઘેલા સંતવાણી, હિન્દીગીતો રજૂ કરશે.
આ ઉપરાંત ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા લોકગીતો વિજયાબેન રજૂ કરશે. સામાન્ય રીતે મોટા ભાગની યુવાપેઢી સંતવાણી સાંભળવાનું પસંદ નથી કરતા ત્યારે વિજયાબેનનાં પહાડી અવાજમાં દરેક વ્યક્તિને સંતવાણી, હિન્દીગીતો અને લોકગીતો સાંભળવા ગમશે. ત્યારે આજે આપ શૌ ૮ વાગ્યે તૈયાર રહેજો ચાલને જીવી લઇએ જોવા માટે અત્યાર સુધી આપના સાથ સહકારથી અમે આપ સમક્ષ નવા નવા કલાકારો રજુ કરી રહ્યા છીએ.
આજે વિજયાબેન વાઘેલાની જમાવટ
- ગાયક: વિજયાબેન વાઘેલા
- એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: સુભાષભાઇ ગોરી
- કિબોર્ડ: રવિભાઇ ઢાકેચા
- ઓકટોપેડ: નરેશભાઇ ઢાકેચા
- સંકલન: મયુરભાઇ બુધ્ધદેવ
- કેમેરામેન: દિપેશ ગરોધરા, નિશિત ગઢીયા
- સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા
આજે પ્રસ્તૃત થનાર સુમધુર ગીતો
- તે મારો કાન ભરમાળ્યો…
- લંબી જુલાઇ…
- આને કા વાદા કીયા…
- ધુણીરે ધખાવી બેલી અમે તારા નામની…
- કાનુડો શુ જાણે મારી પ્રિત..
- અઘોર નગારા તારા વાગે…
- હેલો મારો સાંભળો ને રણુજાના રાય..
- આગે લકડી પીછે લકડી, દેખ તમાસા લકડી કા…
- હે પારસ પીપળાના પાઘરોમાં…
- ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુ..
- આન મીલો સજના..