વિસરાયેલા લોકગીતોને ફરી યાદ કરવાના પ્રયાસ સાથે આજે આઇ આરાધના, કૃષ્ણભક્તિ, ગરબા સહીતનો થાળ પીરસાશે
ચાલને જીવી લઇએ માં અત્યાર સુધી આપણે અલગ અલગ કાર્યક્રમો જેવા કે, હસાયરો, લોકસાહિતય, લોકગીત, ભજન, સંતવાણી સહિતના ગીતો સાંભળ્યા છે. આજે આપણે તમામ ગીતોનાં સમન્વય માણવાનો છે. આજે વિજયાબેન વાઘેલા અને સુરભીબેન સરદારનો સુમધુર કંઠે આપણે આઇ આરાધના, કૃષ્ણભક્તિ, ગરબા, લોકગીતોને માણવાના છીએ. ખાસતો ચાલને જીવી લઇએ આપના બહોળા પ્રતિશાદની અમે આપણા સુધી નવા નવા કલાકારોને લઇ આવ્યા છીએ. કે જેથી આપને મનોરંજન સાથે માહિતી મળતી રહે. ખાસતો હાલમાં આપણે આપણા ગીતો કહી સકાય, તેવા લોકસંસ્કૃતીને ઉજાગર કરતા લોકગીતોને ભૂલી રહ્યા છીએ. ત્યારે અમારા દ્વારા લોકગીતો સહિતના ગીતોને આપ સુધી પહોચાડવાનાં પ્રયાસો કરી રહ્યા છીએ.
હાલમાં આઉટ ઓફ ઇન્ડીયાથી પણ લોકો આ કાર્યક્રમ પસંદ કરે છે અને કમેન્ટ કરે છે.
આજે વિજયાબેન વાઘેલા અને સુરભીબેન સરદારની મોજ
- ગાયક: વિજયાબેન વાઘેલા, સુરભીબેન સરદાર
- એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: સુભાશભાઇ ગોરી
- કિબોર્ડ: રવિભાઇ ઢાકેચા
- ઓકટોપડે: નરેશભાઇ ઢાકેચા
- સંકલન: મયુર બુધ્ધદેવ
- કેમેરામેન: જુનેદ જાફાઇ, સાગર ગજજર
- સાઉન્ડ: ઊંમગી સાઉન્ડ, રાજેશભાઇ ઉભડીયાડ
આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો
- માળિ તારૂ કંકુ ખર્યુ ને સુરજ ઊગયો…
- ગુરૂ તારો પાર ન પાયો…
- મને માવતર મળેતો મોગલ જેવો મળજો…
- મા પાવા તે ગઢથી ઉતર્યા રે…
- વનમાં ચાંદલીયો ઊગ્યો રે…
- જીલણ તારા પાણી…
- નાગર ઊભા રયોને રંગરસીયા…
- નવ લાખ બોબળીયાળીયુ…
- કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારીકાને…
- ખેલ ખેલ રે ભવાનીમા….
- અડધી રાતનો બોલ્યો મોરલો..
- માં મોગલ તારો આસરો…
- રાધાને શ્યામ મળી જાશે….